રજત કપૂરનું બંગાળી વેબ-સિરીઝમાં ડેબ્યુ

Updated: Jan 22, 2020, 15:27 IST | અમદાવાદ

રાઇટર-ડિરેક્ટર અને ઍક્ટર રજત કપૂર બંગાળી થ્રિલર વેબ-સિરીઝમાં ડેબ્યુ કરશે.

રજત કપૂર
રજત કપૂર

રાઇટર-ડિરેક્ટર અને ઍક્ટર રજત કપૂર બંગાળી થ્રિલર વેબ-સિરીઝમાં ડેબ્યુ કરશે. કાર્ટૂન, જપાની ટૉય અને ધનબાદ બ્લુઝ સહિતની ટીવી-સિરીઝ બનાવી ચૂકેલા બંગાળી ડિરેક્ટર સૌરભ ચક્રબોર્તી દિગ્દર્શિત આ વેબ-સિરીઝ સૌગત નામના બંગાળી લેખકની આસપાસ ફરે છે. તે અમેરિકામાં ‘આફ્ટર ડેથ’ અને ‘ડેથ કેસ’નામનાં બે પુસ્તકો લખે છે અને પ્રસિદ્ધિ પામે છે. બૉલીવુડમાં તેનાં આ બન્ને પુસ્તકના અધધધ કિંમતે રાઇટ્સ ખરીદવામાં આવે છે. સમય જતાં સૌગત તેની પત્ની અદિતિ સાથે કલકત્તા આવે છે અને એક રહસ્યમયી યુવતી તેની વિરુદ્ધ કેસ માંડે છે. લેખકના જીવનમાં આવતા અણધાર્યા વળાંકોની વાત આ વેબ-સિરીઝમાં દર્શાવવામાં આવશે. 

બંગાળી ફિલ્મો અને સિરીઝ દર્શાવતા વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘હોઇચોઇ’ પર રજૂ થનારી આ વેબ-સિરીઝમાં લેખકનું પાત્ર રજત કપૂર અને તેની પત્ની અદિતિનું પાત્ર પાયલ સરકાર ભજવશે. પેલી યુવતીનું પાત્ર બંગાળી ઍક્ટ્રેસ મુમતાઝ સોરકાર ભજવશે. ૧૯ ઑક્ટોબરે આ વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ થયું છે અને ડિસેમ્બરમાં ઑનલાઇન રિલીઝ થવાની શક્યતા છે. વેબ-સિરીઝનું નામ હજી ફાઇનલ નથી થયું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK