Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આયુષ્માનની ડ્રીમ ગર્લનું ગીત રાધે રાધે છે એકદમ રીફ્રેશિંગ

આયુષ્માનની ડ્રીમ ગર્લનું ગીત રાધે રાધે છે એકદમ રીફ્રેશિંગ

14 August, 2019 06:51 PM IST | મુંબઈ

આયુષ્માનની ડ્રીમ ગર્લનું ગીત રાધે રાધે છે એકદમ રીફ્રેશિંગ

આયુષ્માનની ડ્રીમ ગર્લનું ગીત રાધે રાધે છે એકદમ રીફ્રેશિંગ

આયુષ્માનની ડ્રીમ ગર્લનું ગીત રાધે રાધે છે એકદમ રીફ્રેશિંગ


આયુષ્માનની ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લનું ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ તેણે ઉત્સુકતા જગાવી છે. અને હવે ફિલ્મનું પહેલું ગીત સામે આવી ગયું છે. જેનું ટાઈટલ રાધે રાધે છે. આ ગીત અમિત ગુપ્તાએ ગાયું છે અને કુમાર અને શબ્બીર અહમદે લખ્યું છે અને એકદમ હિલેરીયસ છે.

ગીતમાં આયુષ્માનના અવતાર વિશે વાત કરતા ડિરેક્ટર રાજ શાંડિલ્ય કહે છે કે, "જ્યારે આયુષ્માનને રાધા કે સીતા બનવાનું હતું ત્યારે તેણે વજન ઓછું કરવું પડ્યું હતું જેથી તે પાત્રમાં બરાબર ઢળી શકે."

ફિલ્મમાં આયુષ્માનની ભૂમિકાને સૌ કોઈ વખાણી રહ્યા છે. તેની કો સ્ટાર ભૂમિ પેડનેકરે પણ આયુષ્માનની ભૂમિકાની પ્રશંસા કરી. આ ગીતને મીત બ્રધર્સે કંપોઝ કર્યું છે. ગીત માટે મુંબઈમાં ખૂબ જ ભવ્ય સેટ લગાવવામાં આવ્યો હતો. અને તેમાં નુસરત અને આયુષ્માન એકદમ સ્ટનિંગ લાગી રહ્યા છે.

નેશનલ અવૉર્ડ વિજેતા આયુષ્માન ફિલ્મમાં સીતા, દ્રૌપદી જેવા પાત્રોમાં જોવા મળશે અને પાત્રને સ્ત્રીનો અવાજ પણ આપશે.ડ્રીમ ગર્લ રાજ શાંડિલ્યની ફિલ્મ છે. જે 13 સપ્ટેમ્બરે રીલિઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 06:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK