Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરામાં જોવા મળશે રણવીર અને પ્રિયંકા?

સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરામાં જોવા મળશે રણવીર અને પ્રિયંકા?

01 November, 2019 10:58 AM IST | મુંબઈ

સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરામાં જોવા મળશે રણવીર અને પ્રિયંકા?

રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા

રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા


સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળશે એવી શક્યતા દેખાઈ રહી છે. સંજય લીલા ભણસાલી હાલમાં આલિયા ભટ્ટને લઈને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ત્યાર બાદ ‘બૈજુ બાવરા’ બનાવવામાં આવશે. ‘બૈજુ બાવરા’ની સ્ટોરી એક સંગીતકારના બદલાની ભાવનાને દેખાડશે. આ મ્યુઝ‌િકલ ફિલ્મ ૨૦૨૧ની દિવાળીએ રિલીઝ થશે.

આ પણ વાંચો : શાહરુખ ખાનને રિયલ હિરો કહ્યું સલમાન ખાને



રણવીરે આ અગાઉ સંજય લીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા- રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્‍માવત’માં કામ કર્યું હતું. પ્રિયંકાએ પણ રણવીર સાથે ‘ગુન્ડે’, દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’માં કામ કર્યું હતું. જો બધું સમું સૂથરું પાર પડ્યું તો રણવીર અને પ્રિયંકાની ‘બૈજુ બાવરા’ ચોથી ફિલ્મ હશે. 


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 10:58 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK