અવેન્જર્સ : એન્ડગેમના ડિરેક્ટર્સની વેબ સિરીઝમાં જોવા મળશે પ્રિયંકા ચોપડા જોનસ

Updated: 22nd January, 2020 13:25 IST | Los Angeles

ઇન્ડિયન વર્ઝનને રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડી. કે. બનાવશે

પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ

‘અવેન્જર્સ : એન્ડગૅમ’ના ડિરેક્ટર રુસો બ્રધર્સની વેબ સિરીઝ માટે પ્રિયંકા ચોપડા જોનસને પસંદ કરવામાં આવી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન પ્રાઇમ માટે રુસો બ્રધર્સ ‘સિટાડેલ’ નામનો ઇન્ટરનૅશનલ સ્પાઇ શો બનાવી રહ્યાં છે. આ શોમાં ‘ગૅમ ઑફ થ્રોન્સ’માં રોબ સ્ટાર્કનું પાત્ર ભજવનાર રિચર્ડ મૅડેન પણ જોવા મળશે. આ શોના અમેરિકન વર્ઝનમાં પ્રિયંકા દેખાશે, પરંતુ ઇન્ડિયન વર્ઝન માટે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. અમેરિકન વેબ-સિરીઝને હિન્દીમાં રાજ નિદિમોરું અને ક્રિષ્ણા ડી.કે. ડેવલપ કરશે.

priyanka

પ્રિયંકાએ પહેર્યું પોતાના નામનું કસ્ટમાઇઝ‍્ડ જૅકેટ

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં જ બેવર્લી હિલ્સમાં તેની ડૉગી ડાયના સાથે જોવા મળી હતી. જોકે તેના ડેનિમ જૅકેટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેના આ જૅકેટ પર રેડ એમ્બ્રોઇડરીથી પ્રિયંકા લખેલું છે.

First Published: 16th January, 2020 13:12 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK