બિગ બૉસ હાઉસની બહાર પણ પૂજા મિશ્રાનો હોબાળો

Published: 23rd December, 2011 06:31 IST

કલર્સ ચૅનલ પરના રિયલિટી-શો ‘બિગ બૉસ ૫’માં આ વર્ષે જો કોઈ સૌથી કન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ હોય તો તે પૂજા મિશ્રા હતી.

 

 

‘બિગ બૉસ’ હાઉસમાં તેનો લગભગ તમામ પ્રતિયોગીઓ સાથે ઝઘડો થઈ ચૂક્યો હતો અને તેના હિંસક વર્તનને કારણે તેને બહાર કાઢી મૂકવામાં આવી હતી. જોકે ઘરની બહાર રહીને પણ પૂજાએ શો અને એમાં ચાલતી પ્રક્રિયાનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.

તેણે એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે આ વખતે વાઇલ્ડ-કાર્ડ વડે એન્ટ્રી મેળવવા માટે મહક ચહલ ફેવરિટ ગણવામાં આવી રહી છે અને તેણે મહકની પસંદગીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું હતું કે વાઇલ્ડ-કાર્ડના પ્રવેશ માટે મહકની પસંદગી પાછળ તેની અને શોના હોસ્ટ સલમાન ખાનની મિત્રતા છે. પૂજાએ તેને જે રીતે ઘરની બહાર કાઢી નાખવામાં આવી હતી એનો પણ વિરોધ કર્યો હતો.

મહક અને સલમાને ‘વૉન્ટેડ’ તથા ‘મૈં ઔર મિસિસ ખન્ના’માં સાથે કામ કર્યું હતું અને ‘બિગ બૉસ ૫’માં પ્રતિયોગી તરીકે આવેલી મહક ૧૧ ડિસેમ્બરે શોમાંથી નીકળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK