Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાને મળ્યાની પહેલી ઍનિવર્સરી સેલિબ્રેટ કરતો નિક જોનસ

પ્રિયંકાને મળ્યાની પહેલી ઍનિવર્સરી સેલિબ્રેટ કરતો નિક જોનસ

27 May, 2019 08:56 AM IST |

પ્રિયંકાને મળ્યાની પહેલી ઍનિવર્સરી સેલિબ્રેટ કરતો નિક જોનસ

પ્રિયંકા અને નિક

પ્રિયંકા અને નિક


પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ ડેટિંગ શરૂ કર્યાની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. રવિવારે તેમને મને એક વર્ષ થયું હતું. તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. કાન ફિલ્મ ફેસ્ટિવલના સમયે પ્રિયંકા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં નિક જોનેસે લખ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં આજે હું ધ હૉલીવુડ બોલમાં કેટલાક મિત્રો સાથે ‘બ્યુટી અૅન્ડ ધ બીસ્ટ’ જોવા માટે ગયો હતો. આ ફ્રેન્ડ્સમાં એક મહિલા હતી જે મારી બેસ્ટ ફ્રેન્ડ, એવી વ્યક્તિ જેના પર હું આંધળો વિશ્વાસ કરી શકું, મારી મ્યુઝ અને મારી સુંદર પત્ની બની છે. તું મને દરરોજ ખુશ રાખે છે અને હું પોતે વધુ સારી વ્યક્તિ બની શકું એ માટે મને પ્રોત્સાહિત કરે છે. તારો પતિ હોવાનો મને ગર્વ છે. આઇ લવ યુ.’

maria_carry



પ્રિયંકાની મારિયા કૅરી સાથે સરપ્રાઇઝ મુલાકાત કરાવી નિક જોનસે


પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ તેઓ પહેલી વાર મળ્યાં એને સાથે સેલિબ્રેટ નથી કરી શક્યાં. તેઓ બન્ને તેમના પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે અલગ-અલગ સ્થળે છે, પરંતુ નિકે એમ છતાં તેની પત્નીને સરપ્રાઇઝ આપી છે. પ્રિયંકાએ લંડનમાં અમેરિકન સિંગર મારિયા કૅરીના શોમાં હાજરી આપી હતી. નવાઈની વાત એ છે કે મારિયાનું નિક નેમ પણ મિમિ છે અને પ્રિયંકાનું નિક નેમ પણ મિમિ છે. મારિયા તેના ફૅન્સના ગ્રુપને લૅમ્બિલી કહે છે. પ્રિયંકા મારિયાની ખૂબ જ મોટી ફૅન છે. નિકે આ કારણસર તેની મુલાકાત મારિયા સાથે કરાવીને પ્રિયંકાને સરપ્રાઇઝ આપી હતી. મારિયા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં પ્રિયંકાએ લખ્યું હતું કે ‘નિક એક બેસ્ટ હસબન્ડ છે.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય બની અમુલ ગર્લ્સ !!


લૅમ્બિલીની મેમ્બરનું સપનું આજે પૂરું થયું છે. નિક તેના કામમાં ખૂબ જ વ્યસ્ત છે અને અમે અમારી પહેલી ઍનિવર્સરી સાથે સેલિબ્રેટ નથી કરી શકતાં ત્યારે પણ તેણે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું કે હું મારી ફેવરિટ મારિયા કૅરી સાથે સેલિબ્રેટ કરી શકું. મારિયા કૅરી કરોડમાં એક છે અને તેની સરખામણી કોઈ સાથે ન થઈ શકે. મિમિ, તને મળીને ખૂબ જ સારું લાગ્યું અને તારા શો માટે પણ તારો આભાર. નિક જોનસ, એક વર્ષની શુભેચ્છા મારા લવ. મિમિ મળી મિમિને.’

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 08:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK