શાંતનુ માહેશ્વરી અને રવીના ટંડન વચ્ચે કેમ થઈ બોલાચાલી?

મુંબઈ | Sep 12, 2019, 13:15 IST

સ્ટાર પ્લસ પર આવતાં શો ‘નચ બલિયે ૯’માં શાંતનુ માહેશ્વરી શોની ટીમ અને રવીના ટંડન સાથે આર્ગુમેન્ટ કરતો જોવા મળ્યો હતો.

રવીના ટંડન
રવીના ટંડન

સ્ટાર પ્લસ પર આવતાં શો ‘નચ બલિયે ૯’માં શાંતનુ માહેશ્વરી શોની ટીમ અને રવીના ટંડન સાથે આર્ગુમેન્ટ કરતો જોવા મળ્યો હતો. શાંતનુ ઘણાં ડાન્સ રિયલિટી શોનો ભાગ રહી ચૂક્યો છે. આ શોમાં શાંતનું તેની જોડીદાર નિત્યામી શિર્કે સાથે ડાન્સ કરી રહ્યો છે.

shantanu

શાંતનુ અને નિત્યામીને જે સ્કોર મળી રહ્યાં છે એનાથી તે ખુશ નથી અને એથી જ તેની ટીમ અને જજ રવીના ટંડન સાથે તેની નોકજોક થઈ હતી. શાંતનુને લાગી રહ્યું છે કે રવીના અને અન્ય જજ અન્ય જોડીઓને વધુ માર્ક આપી રહ્યાં છે અને તેમને મળવા જોઈએ એ પણ નથી મળી રહ્યાં. રવીનાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ક્રિએટીવ ટીમ સાથે વાત કરવાની જગ્યાએ તેણે સીધુ શાંતનુને પૂછ્યું હતું. આ કારણસર રવીના અને શાંતનુ વચ્ચે બોલાચાલી થઈ હતી. એવી પણ ચર્ચા છે કે પર્ફોર્મન્સ પહેલાં શાંતનુ તેને મળી રહેલાં સ્કોરને લઈને બૅક સ્ટેજ રડી પડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK