Movie Review: રાજકીય ફિલ્મોનો યુગ શરૂ, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

Parag Chhapekar | Jan 11, 2019, 12:52 IST

રાજકીય ગલીઓમાં કયા પ્રકારની રમતો રમવામાં આવે છે? છેવટે, આપણા લોકશાહીનું સૌથી મોટું મંદિર રાજકીય ક્ષેત્ર કેવી રીતે છે? આટલા મોટા દેશને ચલાવનારા વડા પ્રધાનની ઑફિસમાં છેલ્લે શું થાય છે?

Movie Review: રાજકીય ફિલ્મોનો યુગ શરૂ, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર
ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું પોસ્ટર

સ્ટાર કાસ્ટ: અનુપમ ખેર, અક્ષય ખન્ના

દિગ્દર્શક: વિજય રત્નાકર ગુટ્ટે

સ્ક્રિપ્ટ: મયંક તિવારી

નિર્માતા: સુનિલ બોહરા, ધવલ ગડા

આમ તો છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડમાં બાયોપિકનું ચલણ તેજીથી ચાલી રહ્યું છે, પણ આવું પહેલી વાર છે કે કોઈ પોલિટિકલ વ્યક્તિ પર આધારિત ફિલ્મ સત્ય ઘટનાઓ અને એમનાં નામો સાથે બની છે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ મનમોહન સિંહના મીડિયા એડવાઈઝર સંજય બારૂના પુસ્તક પર આધારિત છે.

જ્યાં સુધી ફિલ્મ અને ફિલ્મના ગ્રામરનો સવાલ છે દિગ્દર્શક વિજય રત્નાકર ગુટ્ટે સંપૂર્ણપણે સફળ લાગે છે આ પ્રકારની પરિપક્વ ફિલ્મ બનાવવા માટે ઘણી પરિપક્વતાની જરૂર છે. જ્યાં સુધી ફિલ્મક્રાફ્ટનો સવાલ છે એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર એક સંપૂર્ણપણે ડેબ્યૂ ફિલ્મ છે.

પણ સમગ્ર ફિલ્માં એક પણ દૃશ્ય એવું નથી કે જ્યાં ડૉ મનમોહન સિંહને જીનિયસ કેમ માનવામાં આવ્યા? એમના કયા કામના કારણે જનતાએ એમને આટલો પ્રેમ કર્યો. એમના કયા આર્થિક સુધારાઓના કારણે દુનિયાએ એમની પ્રશંષા કરી છે. તેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ફિલ્મમાં ડૉ મનમોહન સિંહ ફક્ત રાજનીતિક ગલીઓમાં અને કામ કરવાની ઈચ્છાની વચ્ચે ફંસાયેલા એક મજબૂર માણસના સિવાય કઈ પણ નજર નથી આવતા.

અભિનયની વાત કરીએ તો અનુપમ ખેર એક સક્ષમ અભિનેતા છે. એમને ડૉ મનમોહન સિંહને જીવતા પડદા પર લાવીને મૂકી દીધા અને એમના અવાજને પણ એમણે પકડીને પોતાના પાત્રને વિશ્વસનીયતા આપવાનો પ્રયાસ કર્યો છે. સંજય બારૂના પાત્રમાં અક્ષય ખન્ના સીનને એક અલગ સ્તર પર લઈ જાય છે અને પડદા પર એની સશક્ત હાજરી જોવા મળી છે. બાકીના પાત્રો ઓછા અભિનેતા અને ઓછા મીમીક્રી કલાકાર છે.

કુલ મળીને એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર એવી શરૂઆત છે જેની સાથે ભારતીય રાજનીતિ પર યોગ્ય રીતે ફિલ્મ બનાવવાનો સિલસિલો શરૂ થઈ શકે છે, જેનાથી અત્યાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સતત બચતી રહી છે.

તમે આ ફિલ્મ અનુપમ ખેરના અભિનય માટે અને રાજકીય ગલીઓમાં કયા પ્રકારની રમતો રમવામાં આવે છે? આખરે અમારૂં લોકતંત્રનું સૌથી મોટું મંદિર કેવી રીતે રાજકીય ક્ષેત્રનું બનેલું છે? આટલા મોટા દેશને ચલાવનારા વડા પ્રધાનની ઑફિસમાં આખરે શું થાય છે? આ મૂવી દ્વારા તમને આ દુનિયામાં પ્રવેશવાની તક મળે છે અને તેથી જ આ મૂવી જોઈ શકાય છે.

રેટિંગ - 3 સ્ટાર

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK