Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-સિરીઝ કાફિરની તૈયારી કરતી દિયા મિર્ઝા

વેબ-સિરીઝ કાફિરની તૈયારી કરતી દિયા મિર્ઝા

23 January, 2020 05:26 PM IST |

વેબ-સિરીઝ કાફિરની તૈયારી કરતી દિયા મિર્ઝા

વેબ-સિરીઝ ‘કાફિર’

વેબ-સિરીઝ ‘કાફિર’


દિયા મિર્ઝાએ વેબ-સિરીઝ ‘કાફિર’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શો તેના માટે સ્પેશ્યલ હોવાનું પણ તેણે જણાવ્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘સંજુ’ હતી. આ વેબ- સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ ZEE5 પર જોવા મળશે. આ શોને ૨૦૧૩માં આવેલી ‘ગિપ્પી’ની ડિરેક્ટર સોનમ નાયર ડિરેક્ટ કરશે. વેબ-સિરીઝની તૈયારીઓના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિયા મિર્ઝાએ કૅપ્શન આપી હતી કે ‘આજથી નવી જર્નીની શરૂઆત થઈ છે. એક એવી સ્ટોરી, જે અમારા દિલની ખૂબ નજીક છે. આ એક એવી સ્ટોરી છે જે કહેવી પણ જરૂરી છે. ભવાની ઐયર, આવી અદ્ભુત સ્ટોરી લખવા માટે થૅન્ક યુ.

આ પણ વાંચો : સામાજિક મુદ્દાઓનો ઉપયોગ પોતાની કળામાં કરવા માટે સેલિબ્રિટીઝ બંધાયેલી નથી: ફારાહ ખાન



સિદ્ધાર્થ પી. મલ્હોત્રા, સપના મલ્હોત્રા, ઍલ્કેમી ફિલ્મ્સ, તરુણ કટિયાલ, ZEE5, મિલિન્દ, અપર્ણા મારી પસંદગી કરવા માટે આભાર. સોનમ નાયર, મોહિત રૈના અને પ્રતીક શાહની સાથે હું પોતાને પણ આ માટે શુભેચ્છા પાઠવું છું. અમારા રોલની તૈયારી માટે અમને જે મદદ કરી એના માટે તમામનો આભાર. આના જેવી પ્રિપેરેશન મેં કદી પણ એન્જૉય નથી કરી. ‘કાફિર’ની ટીમને ભરપૂર પ્રેમ. કામ કરીએ. તમારા સૌના પ્રેમ અને શુભેચ્છાની ખૂબ જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 05:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK