Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મીરા રાજપૂતની દીકરી મિશા માટે ઈમોશનલ પોસ્ટ

મીરા રાજપૂતની દીકરી મિશા માટે ઈમોશનલ પોસ્ટ

13 April, 2019 11:10 AM IST | મુંબઈ

મીરા રાજપૂતની દીકરી મિશા માટે ઈમોશનલ પોસ્ટ

મિશા કપૂર(તસવીર સૌજન્યઃ મીરા કપૂર ઈન્સ્ટાગ્રામ)

મિશા કપૂર(તસવીર સૌજન્યઃ મીરા કપૂર ઈન્સ્ટાગ્રામ)


શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના બાળકોની ફોટોસ પોસ્ટ કરી રહે છે. તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દીકરી મિશાને લઈને છે. અને આ પોસ્ટ એવા તમામ લોકો માટે છે જે પોતાના સંતાનોને મોટા થતા જુએ છે.

મીરા રાજપૂતે મિશાનો એક ખૂબ જ ક્યૂટ ફોટો શેર કર્યો છે, જેમાં તે ફ્રોકમાં જોવા મળી રહી છે. કેપ્શનમાં મીરાએ લખ્યું છે, "મારી નાનાકડી મોટી થઈ રહેલી દીકરી, તું નાની હતી ત્યારથી હું આ જગ્યાએ તારો ફોટો પાડતી આવી છું. પરંતુ હવે અચાનક હવે તું ફ્રેમમાં ફિટ નથી થઈ  રહી. તું આટલી જલ્દી મોટી કેમ થઈ ગઈ. મારી પ્યારી, તોફાની અને દયાળું છોકરી. ગોલ બ્લેસ અસ."




મીરાની આ પોસ્ટ પર કમેન્ટ્સનો ઢગલો થઈ ગયો હતો. મિશા એકદમ મા મીરા જેવી લાગે છે, પણ તેની સ્માઈલ પાપા શાહિદ જેવી છે.


આ પણ વાંચોઃ હું ઇચ્છું છું કે રૂહી અને મિશા બેસ્ટ ફ્રેન્ડ બને : કરણ જોહર

થોડા દિવસો પહેલા મીરાએ ઝૈનનો ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેને "સ્મોલ વંડર" ગણાવ્યો હતો. શાહિદ કપૂરની વાઈફ મીરા કપૂર, એની પોસ્ટથી સાબિત કરતી રહે છે કે તે પોતાના બાળકોને લઈને કેટલી કેઝ્યુઅલ છે. આ સ્ટાર વાઈફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પરિવાર સાથે ફોટોસ પોસ્ટ કરી રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2019 11:10 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK