Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું ઇચ્છું છું કે રૂહી અને મિશા બેસ્ટ ફ્રેન્ડ બને : કરણ જોહર

હું ઇચ્છું છું કે રૂહી અને મિશા બેસ્ટ ફ્રેન્ડ બને : કરણ જોહર

01 July, 2017 04:54 AM IST |

હું ઇચ્છું છું કે રૂહી અને મિશા બેસ્ટ ફ્રેન્ડ બને : કરણ જોહર

હું ઇચ્છું છું કે રૂહી અને મિશા બેસ્ટ ફ્રેન્ડ બને : કરણ જોહર


karan johar

કરણ જોહર ઇચ્છે છે કે તેની દીકરી રૂહી અને શાહિદ કપૂરની દીકરી મિશા બેસ્ટ ફ્રેન્ડ્સ બને. શાહિદની પત્ની મીરા રાજપૂત અને કરણ જોહરે ગુરુવારે રાતે લોઅર પરેલમાં આવેલી એક હોટેલમાં ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાની બુક ‘ઈટ ડિલીટ જુનિયર’ને લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં કરણે કહ્યું હતું કે તેની આસપાસ જ્યારે યુવાન વ્યક્તિ બેઠી હોય ત્યારે તે પોતાને યુવાન સમજવા લાગે છે. આ વિશે વધુ જણાવતાં કરણ કહે છે, ‘મને જ્યારે પેરન્ટલ ઍડ્વાઇસની જરૂર હોય ત્યારે હું ૨૩ વર્ષની મીરાને કૉલ કરી શકું છું. મીરા અને હું ઘણું ચૅટિંગ કરીએ છીએ. મેં તેને કહ્યું છે કે આપણે આપણાં બાળકોની બેસ્ટ ફ્રેન્ડશિપને પ્લાન કરવી જોઈએ. જેમ કે મારી દીકરી અને તેની દીકરી બેસ્ટ ફ્રેન્ડ્સ બને અને અમે મારા દીકરા માટે પણ વિચારી રાખ્યું છે.’

બૉલીવુડની લીડિંગ ઍક્ટ્રેસ જેવો પૅરૅનૉઇડ પેરન્ટ હું બનવા નથી માગતો : કરણ જોહર


કરણ જોહરનું કહેવું છે કે મમ્મી બન્યા બાદ બૉલીવુડની ટોચની ઍક્ટ્રેસ પેરન્ટ તરીકે પૅરૅનૉઇડ થઈ ગઈ છે, પરંતુ તે તેમના જેવો બનવા નથી માગતો. કરણ જોહરને એક દીકરો યશ અને એક દીકરી રૂહી છે. આ વિશે વધુ જણાવતાં કરણ કહે છે, ‘હું મારાં બાળકોની મમ્મી અને પપ્પા બન્ને છું. મારે ડબલ રોલ ભજવવો પડે છે, તેથી મારા માટે આ ખૂબ જ મુશ્કેલ છે. મેં નક્કી કર્યું છે કે હું અન્ય પેરન્ટ્સ જેવો નહીં બનું. મેં ઘણા હાઇપર પેરન્ટ્ મારી આસપાસ જોયા છે તેથી હું તેમના જેવો નહીં બનું. ખાસ કરીને હું બૉલીવુડની લીડિંગ ઍક્ટ્રેસ જેવો પેરન્ટ નહીં બનું. મને લાગે છે કે તેમની સાથે કંઈ થયું છે. તેઓ લીડિંગ ઍક્ટ્રેસમાંથી પૅરૅનૉઇડ પેરન્ટ બની ગયા છે. તેથી હું તેમના જેવો બનવા નથી માગતો.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2017 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK