મલાઇકા અરોરા અને અર્જુન કપૂર કોરોના પૉઝિટિવ, થશે હૉમ ક્વૉરન્ટીન

Updated: 6th September, 2020 14:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પ્રેમી પંખીડા એકસાથે હૉમ ક્વૉરન્ટીન થશે કે શું તે હજી ખબર નથી

અર્જુન કપૂર, મલાઇકા અરોરા
અર્જુન કપૂર, મલાઇકા અરોરા

આખા દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે. બીજી બાજુ એક પછી એક બૉલીવુડ સેલેબ્ઝ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. હવે કોરોના સંક્રમિત સેલેબ્ઝની યાદીમાં વધુ બે સેલેબ્ઝના નામ જોડાયા છે. અભિનેત્રી-મૉડેલ મલાઇકા અરોરા (Malaika Arora) અને અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) કોરોના વાયરસનો ભોગ બન્યા છે. બન્ને સેલેબ્ઝ અત્યારે હૉમ ક્વૉરન્ટીનમાં છે. પરંતુ બન્ને એક જ જગ્યાએ એટલે કે ખાર સ્થિત ફ્લેટમાં એકસાથે હૉમ ક્વૉરન્ટીન થશે કે શું તે હજી ખબર નથી.

કહેવાય છે કે, મલાઇકા અરોરા અને અર્જુન કપૂર રિલેશનશિપમાં છે. બન્નેને સાથે કોરોના કઈ રીતે થયો તે હજી આશ્ચર્યનું કારણ છે. પિપિંગમુનના અહેવાલ પ્રમાણે, મલાઇકા અરોરા અને અર્જુન કપૂર કોરોના સંક્રમિત થયા છે. બન્ને જણ હૉમ ક્વૉરન્ટીન થશે. પરંતુ બન્ને સાથે હૉમ ક્વૉરન્ટીન થશે કે નહીં તે વિશે હજી કોઈ માહિતી નથી.

અર્જુન કપૂરને કોરોના થયો હોવાની માહિતી તેણે પોતે બાદમાં સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી. અર્જુને કહ્યું હતું, 'આ મારી ફરજ છે કે હું તમને તમામને કહું કે, મારો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે અને મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતા. હું તંત્ર તથા ડૉક્ટર્સની સલાહથી ઘરમાં જ ક્વૉરન્ટીન છું. તમારા સપોર્ટ માટે હું તમારો આભાર માનું છું અને હું મારી તબિયત અંગે તમને માહિતી આપતો રહીશ. હાલના અસાધારણ તથા અસામાન્ય સમયમાં મને વિશ્વાસ છે કે માનવતા આ વાયરસને દૂર કરશે. ખૂબ પ્રેમ. અર્જુન.'

 
 
 
View this post on Instagram

🙏🏽

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onSep 6, 2020 at 1:33am PDT

અર્જુન કપૂર તથા રકુલ પ્રીત સિંહ પ્રોડ્યૂસર-ડિરેક્ટર નિખિલ અડવાણીની ફિલ્મમાં કામ કરી રહ્યા છે અને મુંબઈ ફિલ્મસિટીમાં શૂટિંગ કરતા હતા. આ ફિલ્મ ઈન્ડિયા-પાકિસ્તાન પર આધારિત લવસ્ટોરી છે. જોકે, સેટના પરના સૂત્રોએ કહ્યું હતું કે અર્જુન કપૂર કોરોનાનો ભોગ બન્યો છે. અર્જુન ટૂંક સમયમાં ઓફિશિયલી આ અંગે જાહેરાત કરશે. અર્જુનનો રિપોર્ટ રવિવાર, છ સપ્ટેમ્બરના રોજ સવારે પૉઝિટિવ આવ્યો હતો.

અભિનેત્રી, મૉડેલ, ફિલ્મમેકર અને ટીવી સેલિબ્રિટી મલાઇકા અરોરા અત્યારે સોની ટીવીનો શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' જજ કરે છે. મલાઇકા અરોરા ઉપરાંત ગીતા કપૂર તથા ટેરેન્સ લૂઈસ આ શોને જજ કરે છે. થોડાક દિવસ પહેલા જ આ શોના સેટ પર સાતથી આઠ ક્રૂ મેમ્બર કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું. પણ હવે શૂટિંગ પાછું શરૂ થયું છે. પણ હવે એ જોવાનું રહેશે કે, મલાઇકા અરોરા હૉમ ક્વૉરન્ટીનમાં છે ત્યારે તેની જગ્યાએ જજ કોણ બનશે.

First Published: 6th September, 2020 14:29 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK