સબ ટીવીનો નવો શો મહિલા પોલીસ થાના

Updated: Nov 14, 2019, 10:28 IST | Path Dave | Mumbai

કહેવાઈ રહ્યું છે કે એમાં ‘ફિર સુબહ હોગી’ ફેમ ગુલકી જોષી અને હાલ ચાલી રહેલી સિરિયલ ‘ગઠબંધન’માં દેખાઈ રહેલી ‘સોનાલી નાયક’ને અપ્રોચ કરાઈ છે. આ ઉપરાંત ‘ભાભીજી ઘર પર હૈ?’માં દેખાયેલી ખુશ્બૂ કમલ અને ‘જીજીમા’ ફેમ ભાવિકા શર્મા પણ ફીમેલ કૉપના પાત્રમાં દેખાશે

ગુલકી જોવા મળશે પોલીસના પાત્રમાં
ગુલકી જોવા મળશે પોલીસના પાત્રમાં

રબ સે સોણા ઇશ્ક, એક નયી પહેચાન, જીત ગયી તો પિયા મોરે, જીજીમા, રહે તેરા આશીર્વાદ, અર્ધાંગિની વગેરે સહિતની જાણીતી ટીવી-સિરીયલો બનાવનાર અને હાલ કલર્સ પર ચાલી રહેલી ‘ગઠબંધન’ની નિર્માતા કંપની ‘જય મહેતા પ્રોડક્શન’ સબ ટીવી પર એક નવી સિરિયલ લઈને આવી રહી છે. છેલ્લા થોડા સમયથી એને લઈને ચર્ચા થઈ રહી હતી, પરંતુ ફાઇનલ નામ સામે નહોતું આવ્યું.
આ કૉમેડી શોનું નામ ફાઇનલી સામે આવ્યું છે અને એ છે ‘મહિલા પોલીસ થાના’, જેની અંદર મહિલા પોલીસ-અધિકારીઓની ફરતે વાર્તા આકાર લેશે. કહેવાઈ રહ્યું છે કે એમાં ‘ફિર સુબહ હોગી’ ફેમ ગુલકી જોષી અને હાલ ચાલી રહેલી સિરિયલ ‘ગઠબંધન’માં દેખાઈ રહેલી ‘સોનાલી નાયક’ને અપ્રોચ કરાઈ છે. આ ઉપરાંત ‘ભાભીજી ઘર પર હૈ?’માં દેખાયેલી ખુશ્બૂ કમલ અને ‘જીજીમા’ ફેમ ભાવિકા શર્મા પણ ફીમેલ કૉપના પાત્રમાં દેખાશે.
આ ચારેય અભિનેત્રીઓ મહિલા પોલીસના મુખ્ય પાત્રમાં દેખાશે. ‘મહિલા પોલીસ થાના’ના આ પ્રોજેક્ટનું કામ પ્રારંભિક તબક્કામાં છે, હજી એમાં ઘણાં નવાં નામો ઉમેરાવાનું કહેવાઈ રહ્યું છે.

Loading...

Tags

sab tv
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK