આ વર્ષે મારા પ્રોડક્શન-હાઉસની ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું: કૅટરિના
કૅટરિના કૈફ
કૅટરિના કૈફે જણાવ્યું કે તે આ વર્ષે તેના પ્રોડક્શન-હાઉસના નેજા હેઠળની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. કૅટરિનાએ એક ફ્રેન્ચ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે. તેની આગામી ફિલ્મ ‘ભારત’ ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. એના પ્રમોશન વખતે પોતાના પ્લાન જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું, ‘એક ફ્રેન્ચ ફિલ્મની સ્ટોરી પર અમે થોડા સમયથી કામ કરી રહ્યાં છીએ.
આ પણ વાંચો : તૈમુરને બર્થ-ડે પાર્ટીમાં જમવાની પરવાનગી નથી: કરીના કપૂર ખાન
ADVERTISEMENT
ખરું કહું તો આ ફ્રેન્ચ ફિલ્મ નથી. જોકે અમુક આઇડિયાઝ છે જે મારા દિમાગમાં આવ્યા હતા, જે મને ખૂબ ગમ્યા છે. હું કદાચ એક પ્રોડ્યુસર તરીકે મારું નામ આપીશ. હું એવા પ્રોજેક્ટને મારું નામ આપીશ જેના પર મને પૂરો ભરોસો હોય. કેટલીક ચર્ચા પણ થઈ છે. આશા રાખું કે આ વર્ષે અમે ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું.’