શાહરુખ-કૅટ ભેગાં મળીને વેચશે સાબુ

Published: 27th July, 2012 05:40 IST

સાત વરસ પહેલાં શાહરુખ ખાન સાબુની એક ઍડમાં બાથટબમાં ગુલાબની પાંદડીઓ વચ્ચે નહાતો દેખાયેલો. હવે ફરી એક વાર કિંગ ખાન સાબુનું ફીણ ચોળીને નાહતો જોવા મળશે અને એ પણ કૅટરિના સાથે. નવી સોપ-બ્રૅન્ડ માટે શાહરુખ અને કૅટરિના સાથે દેખાવાનાં છે.

ket-shahrukh-shopપહેલાં સાબુની ઍડ સ્ત્રીઓનો ઇજારો ગણાતી, પણ શાહરુખે જાતે બાથટબમાં નાહવામાં હિચકિચાહટ નહોતો અનુભવ્યો. એમાં કરીના કપૂર, હેમા માલિની, જુહી ચાવલા અને શ્રીદેવી જેવી હિરોઇનો પણ જોડાયેલી. આ વખતે શાહરુખને કૅટરિના સાથે ઍડમાં દેખાવા માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં એનું શૂટિંગ થશે અને એનો ક્રીએટિવ પાર્ટ હજી નક્કી થઈ રહ્યો છે. એવી શક્યતાઓ છે કે આ ઍડ દિવાળીની આસપાસ રિલીઝ થશે અને એ જ સમયે શાહરુખ અને કૅટરિનાને ચમકાવતી યશ ચોપડાની અનટાઇટલ્ડ ફિલ્મ પણ રિલીઝ થવાની છે.

જોઈએ, આ વખતે સાબુના પ્રમોશનમાં શાહરુખ નવું શું કરે છે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK