Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિંગર ઓયે કુણાલના હાથ પર કેમ કપિલ શર્માના નામનું ટૅટૂ?

સિંગર ઓયે કુણાલના હાથ પર કેમ કપિલ શર્માના નામનું ટૅટૂ?

18 November, 2020 02:50 PM IST | Mumbai
IANS

સિંગર ઓયે કુણાલના હાથ પર કેમ કપિલ શર્માના નામનું ટૅટૂ?

કપિલ શર્મા અને ઓયે કુણાલ

કપિલ શર્મા અને ઓયે કુણાલ


સિંગર ઓયે કુણાલના હાથમાં કૉમેડિયન કપિલ શર્માના નામનું ટૅટૂ બનાવવામાં આવ્યુ છે. કપિલને રિસ્પેક્ટ કરતા અને તેને કરતા પ્રેમ વિશે જણાવતાં ઓયે કુણાલે કહ્યું હતું કે ‘મારી લાઇફમાં એક ફેઝ એવો આવ્યો હતો જેમાં મારા પિતા ઘણા હેલ્થ ઇશ્યુમાંથી પસાર થઈ રહ્યા હતા.

આ પહેલાં મેં ક્યારેય મારા પિતાને આટલા બીમાર નહોતા જોયા. અત્યારે તેઓ એકદમ ફિટ છે. એ સમયે મારા ઘરનો માહોલ ખૂબ જ ડાર્ક હતો. એ સમયે મારા ઘરમાં કોઈ એકબીજા સાથે વાત નહોતું કરતું. એ સમયે કપિલ શર્માનો શો ટીવી પર આવતો હતો. અમે આ શોનું રિપીટ ટેલિકાસ્ટ પણ જોતા હતા. તેનો શો સતત ચાલુ રહેતો અને અમારા ઘરનો માહોલ પણ બદલાતો જતો હતો. આ શોના હાસ્યથી અમારા ઘરમાં ફરી પૉઝિટિવિટી આવી રહી હતી. એ સમયે મારા પિતાએ પણ મેડિસિન સામે રિસ્પૉન્ડ કરવાનું શરૂ કર્યું હતું. એ સમયે મને નહોતી ખબર હતી કે હું એક દિવસ કપિલ પાજીને મળીશ. હું તેમનું નામ ટૅટૂ કરાવવા માગતો હતો, પરંતુ મને કોઈ દિવસ ચાન્સ નહોતો મળ્યો. હું મુંબઈ આવી ગયો હતો એમ છતાં મને ચાન્સ નહોતો મળ્યો. એ દરમ્યાન હું કપિલ પાજીને મળ્યો અને અમારી વચ્ચે પણ સારો બૉન્ડ બન્યો હતો. આ ટૅટૂ મને મારી લાઇફની રિયલિટીની યાદ અપાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2020 02:50 PM IST | Mumbai | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK