કંગના રણૌતનો 'ધાકડ' લૂક, નવા પોસ્ટરમાં લાગી રહી છે વૉરિયર

Published: Jul 09, 2019, 14:14 IST | મુંબઈ

કંગના રણૌતની નવી ફિલ્મ ધાકડનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. એમાં ઘણી બધી બંદૂક લઈને કંગના જંગ માટે તૈયાર વૉરિયરની જેમ લાગી રહી છે.

કંગના રણૌતનો 'ધાકડ' લૂક,
કંગના રણૌતનો 'ધાકડ' લૂક,

કંગના રણૌતની નવી ફિલ્મ ધાકડનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. એમાં ઘણી બધી બંદૂક લઈને કંગના જંગ માટે તૈયાર વૉરિયરની જેમ લાગી રહી છે. એકદમ ધાકડ. કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી આ ફિલ્મનું પોસ્ટર પણ શૅર કર્યું છે. આ પોસ્ટનું કેપ્શન છે, તે ઉગ્ર છે, તે ભયંકર છે અને બંદૂકો સાથે આગ લગાવવા તૈયાર છે. દિવાળી 2020એ સૌથી મોટી એક્શન એન્ટરટેનર માટે તૈયાર રહો.

મહિલા પ્રધાન એક્શન ફિલ્મ

મહિલા પ્રધાન એક્શન ફિલ્મ બનાવવા પર ધાકડના નિર્દેશક રેઝી ઘાઈએ કહ્યું કે ફીમેલ ઓરિએન્ટેડ એક્શન ફિલ્મોની વાત આવે છે તો મેં નથી સાંભળ્યું કે કોઈ પણ લીડ હીરોઈને આવી ફિલ્મ કરી હોય. એમાં ઘણી શક્યતા છે. એટલે જ અમે આ જોર્નરમાં પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે. એમણે કહ્યું કે કંગના બુદ્ધિમાન અભિનેત્રી છે. એને ખબર છે કે એમાં ઘણું કઈક અલગ કરવાની શક્યતા છે. ફિલ્મની શૂટિંગ યૂરોપ ખાસ કરીને બુડાપેસ્ટ અને પ્રાગ, દુબઈમાં થઈ છે. આ ફિલ્મ 2020 દિવાળી સુધી રિલીઝ થઈ જશે.

2020ની શરૂઆત સુધી ફ્લોર પર

આ ફિલ્મના પ્રોડ્યૂસર સોહેલ મકલાઈ પ્રોડક્શન અને અસાઈલમ ફિલ્મ છે. આ 2020ની શરૂઆત સુધી ફ્લોર પર આવી જશે. આ ફિલ્મ માટે હોન્ગકોન્ગ અને ઈન્ડોનેશિયાના એક્શન ડાયરેક્ટર સાથે વાત થઈ રહી છે.

આ પણ વાંચો : દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો રણવીર સિંહના બર્થ-ડેનો કૅક

આ ફિલ્મમાં ગનફૂ દેખાશે. એટલેકે ગન વાલો માર્શલ આર્ટ. ત્યાં કંગનાની વાત કરીએ તો તે આ સમયે પોતાની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK