Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બદલાયું કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'નું ટાઈટલ, જાણો શું છે નવું ટાઈટલ?

બદલાયું કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'નું ટાઈટલ, જાણો શું છે નવું ટાઈટલ?

29 June, 2019 04:52 PM IST | મુંબઈ

બદલાયું કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'નું ટાઈટલ, જાણો શું છે નવું ટાઈટલ?

બદલાયું કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'નું ટાઈટલ

બદલાયું કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'નું ટાઈટલ


રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મનું ટાઈટલ બદલવામાં આવ્યું છે. કંગનાએ આ વાત કંફર્મ કર્યું છે. હવે આ ફિલ્મનું નામ જજમેંટલ હૈ ક્યા છે. આ નિર્ણય સેંસર બોર્ડની સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ફિલ્મના નિર્માતા જિતેન્દ્ર અને કંગના રણૌતે ભાગ લીધો હતો.

મેંટલ શબ્દથી હતો વાંધો
ખરેખર આ ફિલ્મના નામને લઈને અનેક લોકો આપત્તિ ઉઠાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ વિરોધ થયો હતો. લોકોનું કહેવું છે કે આ ફિલ્મનું ટાઈટલ એ લોકોને પીડા પહોંચાડશે જે માનસિક બીમારીઓથી પીડિત છે. ભારતીય મનોરોગ સોસાયટીએ પણ આપત્તિ ઉઠાવી હતી. સેન્સર બોર્ડે પણ છ કલાક લાંબી બેઠક બાદ ફિલ્મને કટ વગર પાસ કરી દીધું. ફિલ્મને યૂ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. બસ ફિલ્મના ટાઈટલ પર વાત અટકેલી હતી. તેના પર વિચાર વિમર્શ ચાલી રહ્યો હતો. એટલે જ અંતમાં ટાઈટલ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાલાજી ટેલિફિલ્મ્સે આ વાતની પુષ્ટિ કરી છે કે  ફિલ્મનું ટાઈટલ બદલીને જજમેંટલ હૈ ક્યા કરી નાખવામાં આવ્યું છે. એકતા પણ ફિલ્મના નવા ટાઈટલથી ખુશ છે. બસ જ્યાં મેંટલ શબ્દનો વપરાશ કરવામાં આવ્યો છે તેને મ્યૂટ કરી દેવામાં આવે.

ફિલ્મના આ ચાર નામ પર થઈ ચર્ચા
ફિલ્મના મેકર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે કંગનાની આ ફિલ્મ માટે ચાર નામો પર ચર્ચા થઈ. ફિલ્મમાં કંગનાના કિરદારનું નામ બૉબી ગ્રેવાલ બાટલીવાલા છે. એટલે કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું નામ બૉબી મેંટર હૈ ક્યા રાખવામાં આવે. પણ આ નામ જામ્યું નહીં. ફિર સેંટિમેંટલ હૈ ક્યા પણ વિચારવામાં આવ્યું પણ આ નામ પણ લોકોને પસંદ ન આવ્યું. વિચાર કરવામાં આવ્યું કે ફિલ્મનું નામ બૉબી રાખવામાં આવે. અંતે તેનું નામ જજમેંટલ હૈ ક્યા નામ તમામ લોકોને પસંદ આવ્યું.

આ પણ વાંચોઃ હાથમાં ચાકૂ, ફેલાયેલી લિપસ્ટિક...આખરે કરવા શું માંગે છે કંગના?



26 જુલાઈએ રીલિઝ થશે ફિલ્મ
જજમેંટર હૈ ક્યા 26 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર પણ આવતા અઠવાડિયા આવશે. ટ્રેલર પહેલા જ આવવાનું હતું પણ ટાઈટલના વિવાદને લઈને તેને રોકવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2019 04:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK