માતા બનવા જઈ રહી છે કલ્કી કોચલિન, પાંચ મહીનાથી છે પ્રેગનેન્ટ

Published: Sep 29, 2019, 14:50 IST | મુંબઈ

અભિનેત્રી કલ્કી કોચલિન માતા બનવા જઈ રહી છે. તે પાંચ મહીનાથી પ્રેગનેન્ટ છે.

કલ્કી કોચલિન
કલ્કી કોચલિન

બોલીવુડ એક્ટ્રેસ અને નિર્દેશક અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી કોચલિન પ્રેગનેન્ટ છે. કલ્કિએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પોતાના પહેલા બાળકને જન્મ દેવા જઈ રહી છે. સાથે જ તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તે બેબીને વૉટર બર્થ આપવા માંગે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે 5 મહિનાથી પ્રેગનેન્ટ છે,


એચટી બ્રન્ચને આપેલા ઈંટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તે પ્રેગનેન્સી દરમિયાન કામ કરતી રહેશે. જણાવી દઈએ કે Guy Hershbergના બાળકની કલ્કી માતા બનવાની છે, જે ઈઝરાયેલમાં એક ક્લાસિક પેઈન્ટર છે. હાલમાં જ કલ્કિ અને Guy Hershbergની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

સાથે જ તેણે ઈંટરવ્યૂમાં પ્રેગનેન્સી દરમિયાન તેની લાઈફસ્ટાઈલમાં આવેલા ફેરફારોની પણ વાત કરી છે. હાલમાં જ આવેલી વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ-2ની સફળતાનો કલ્કિ આનંદ માણી રહી રહેલી કલ્કિએ કહ્યું કે, મને અત્યારથી જ મારામાં ફેરફારો અનુભવાઈ રહ્યા છે. હું હવે થોડી સુસ્ત થઈ ગઈ છું. હાલ તે તેના પાર્ટનર સાથે વૉક કરવા જાય છે, યોગ કરે છે અને સંગીત સાંભળે છે.


જણાવી દઈએ કે ક્લિક કોચલિને વર્ષ 2011માં અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2 વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા અને 2015માં તેમણે છૂટાછેડા લઈ લીધા. વક્રફ્રન્ટની વાત કરીએ તો કલ્કિ હાલમાં જ સેક્રેડ ગેમ્સમાં નજર આવી હતી. તેની ફિલ્મ ગલી બૉયને પણ સરાહના મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK