જીનલ બેલાણી સ્ટારર તીખી મીઠી લાઇફ પહેલી વેબસીરિઝ જે રિલીઝ થશે મોટા પડદે

Updated: 6th February, 2021 17:45 IST | Shilpa Bhanushali | Mumbai

આ પોસ્ટ શૅર કરતા જીનલ બેલાણીએ લખ્યું છે કે, "ગર્વની ક્ષણો. 'તીખી મીઠી લાઇફ' પહેલી એવી વેબસીરિઝ છે જે મોટા પડદે રિલીઝ થવાની છે."

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ગર્વની ક્ષણ છે જ્યારે એક ગુજરાતી વેબસીરિઝ મોટો પડદે રિલીઝ થવા જઈ રહી છે. અત્યાર સુધી હિન્દી વેબસીરિઝ પણ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થતી જોવા મળી છે તેવામાં જો એક ગુજરાતી વેબસીરિઝ થિયેટરમાં રિલીઝ થાય ત્યારે માત્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જ નહીં પરંતુ દરેક ગુજરાતીને પણ ગર્વ અનુભવવા જેવી વાત છે.

આ વેબસીરિઝ મોટા પડદે રિલીઝ થશે તે વાતની માહિતી વેબસીરિઝની મુખ્ય અભિનેત્રી જીનલ બેલાણીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. આ પોસ્ટ શૅર કરતા તેણે લખ્યું છે કે, "ગર્વની ક્ષણો. 'તીખી મીઠી લાઇફ' પહેલી એવી વેબસીરિઝ છે જે મોટા પડદે રિલીઝ થવાની છે."

તેઓ કહે છે કે દરેક ફિલ્મની પોતાની ડેસ્ટિની હોય છે. અમારી જર્ની ખૂબ જ પ્રમાણિકતા અને મક્કમતાથી શરૂ થઈ. 'તીખી મીઠી લાઇફ' OTT પ્લેટફૉર્મ માટે જ બનાવવામાં આવી હતી, પણ તેની ડેસ્ટીનીમાં મોટી સ્ક્રીન હશે. અને આમ હવે આ વેબસીરિઝ સાથે 12 ફેબ્રુઆરી 2021ના રોજ થિયેટર્સમાં તમારી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યા છીએ."

View this post on Instagram

A post shared by Jhinal Belani (@jhinalbelani)

તીખી મીઠ્ઠી લાઇફમાં ભૌમિક સમ્પત, જીનલ બેલાણી અને મુની ઝાં મુખ્ય પાત્રમાં જોવા મળશે. જીનલ બેલાણી અને ભૌમિક સમ્પતે મળીને વેબસીરિઝ પ્રૉડ્યુસ કરી છે તો વૈભવ કાર્લેકરે ડિરેકટ કરી છે. જ્યારે તપન વ્યાસ ડીઓપી રહ્યા છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ જીનલ બેલાણીના છે. જ્યારે મ્યૂઝિક અને બૅકગ્રાઉન્ડ ભાવેશ શાહે આપ્યું છે. લિરિક્સ વૈશાખ રતનબહેનના છે તો સિંગર ફરહાદ ભિવંડીવાલાનું છે. રાકેશ સોની એડિટર છે, ખુશ આનંદ સાઉન્ડ ડિઝાઇનિંગ કર્યું છે તો સાઉન્ડ મિક્સિંગનું કામ હિતેશ ઉદાણીએ કર્યું છે. આર્ટ ડિરેક્ટર કુંજ ઠક્કર, લાઇન પ્રૉડ્યુસર દીપક શેખર અને મેકઅપ ભૂમિકા મોજીદ્રા, કોસ્ચ્યૂમ હીના પટેલ, ગ્રેડિંગ અને ઓનલાઇન ઑગસ્ટાઇન નોરોન્હા પબ્લિસીટિ ડિઝાઇન મેહુલ ઝોલાપુરા અને સ્ટીલ્સ ધનરાજ તિરકરે આપ્યું છે.

 • 1/15
  મુંબઈના ગુજરાતી પરિવારમાં જ જન્મ અને ઉછેર. મીઠીબાઈમાં અભ્યાસ અને પછી અભિનયમાં જીનલે કદમ રાખ્યા.

  મુંબઈના ગુજરાતી પરિવારમાં જ જન્મ અને ઉછેર. મીઠીબાઈમાં અભ્યાસ અને પછી અભિનયમાં જીનલે કદમ રાખ્યા.

 • 2/15
  જીનલ તેના કૉલેજના દિવસો દરમિયાન થિએટર સાથે સંકળાયેલી હતી અને 2012માં તેણે ડવની જાહેરાતમાં કામ કર્યું હતું.

  જીનલ તેના કૉલેજના દિવસો દરમિયાન થિએટર સાથે સંકળાયેલી હતી અને 2012માં તેણે ડવની જાહેરાતમાં કામ કર્યું હતું.

 • 3/15
  જીનલે દૂરદર્શનની ધારાવાહિક લાગા ચૂનરી મેં દાગમાં મુખ્ય ભૂમિકાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે ફિલ્મ ફેશન પર આધારિત હતી.

  જીનલે દૂરદર્શનની ધારાવાહિક લાગા ચૂનરી મેં દાગમાં મુખ્ય ભૂમિકાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે ફિલ્મ ફેશન પર આધારિત હતી.

 • 4/15
  2016માં જીનલે ગુજરાતી ફિલ્મ પોલમ પોલમાં કામ કર્યું. જેમાં તેની સાથે ઓજસ રાવલ હતા.

  2016માં જીનલે ગુજરાતી ફિલ્મ પોલમ પોલમાં કામ કર્યું. જેમાં તેની સાથે ઓજસ રાવલ હતા.

 • 5/15
  2017માં જીનલે ધંત્યા ઓપ અને વૉસ્સઅપ ઝિંદગી જેવી ગુજરાતી ફિલ્મ પણ કરી. જેના માટે તેને વિવેચકોની પ્રશંસા પણ મળી હતી.

  2017માં જીનલે ધંત્યા ઓપ અને વૉસ્સઅપ ઝિંદગી જેવી ગુજરાતી ફિલ્મ પણ કરી. જેના માટે તેને વિવેચકોની પ્રશંસા પણ મળી હતી.

 • 6/15
  જીનલે હિન્દી ફિલ્મ પટેલ કી પંજાબી શાદીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

  જીનલે હિન્દી ફિલ્મ પટેલ કી પંજાબી શાદીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 • 7/15
  જીનલે લાવ હથેળી શ્યામ લખી દઉં સહિતના જાણીતા નાટકોમાં પણ કામ કર્યું છે.

  જીનલે લાવ હથેળી શ્યામ લખી દઉં સહિતના જાણીતા નાટકોમાં પણ કામ કર્યું છે.

 • 8/15
  તમને યાદ જ હશે વેબ સીરિઝ 'બસ ચા સુધી - 2'. જેમાં જીનલ બેલાણીના પાત્રએ લોકોના દિલ જીતી લીધા હતા.

  તમને યાદ જ હશે વેબ સીરિઝ 'બસ ચા સુધી - 2'. જેમાં જીનલ બેલાણીના પાત્રએ લોકોના દિલ જીતી લીધા હતા.

 • 9/15
  આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર'માં પણ જીનલ મુખ્ય ભૂમિકામાં હતી.

  આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર'માં પણ જીનલ મુખ્ય ભૂમિકામાં હતી.

 • 10/15
  જીનલ 2017માં સિટકોમ શો 'હર મર્દ કા દર્દ'માં પણ જોવા મળી હતી.

  જીનલ 2017માં સિટકોમ શો 'હર મર્દ કા દર્દ'માં પણ જોવા મળી હતી.

 • 11/15
  જીનલનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદું છે.પોતાની મનમોહક સ્માઈલથી તે લોકોના દિલ જીતી લે છે.

  જીનલનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદું છે.પોતાની મનમોહક સ્માઈલથી તે લોકોના દિલ જીતી લે છે.

 • 12/15
  જીનલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. પોતાની તસવીરો તે પોસ્ટ કરતી રહે છે.

  જીનલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. પોતાની તસવીરો તે પોસ્ટ કરતી રહે છે.

 • 13/15
  જરા જુઓ આ બ્લ્યૂ ડ્રેસમાં કેટલી ખૂૂબસૂરત લાગી રહી છે જીનલ.

  જરા જુઓ આ બ્લ્યૂ ડ્રેસમાં કેટલી ખૂૂબસૂરત લાગી રહી છે જીનલ.

 • 14/15
  થિએટર, ફિલ્મ હોય કે ધારાવાહિકો જીનલના ઉમદા અભિનયની હંમેશા પ્રશંસા થતી રહે છે.

  થિએટર, ફિલ્મ હોય કે ધારાવાહિકો જીનલના ઉમદા અભિનયની હંમેશા પ્રશંસા થતી રહે છે.

 • 15/15
  જીનલે ડોયકેર, માઈક્રોમેક્સ, હૉકિન્સ જેવી જાહેરાતો પણ કરી છે.

  જીનલે ડોયકેર, માઈક્રોમેક્સ, હૉકિન્સ જેવી જાહેરાતો પણ કરી છે.

First Published: 6th February, 2021 17:16 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK