નાની સ્ક્રીન પરનો બહુ જ સફળ શૉ જમાઈ રાજાનું વેબ-સીરીઝ વર્ઝન ઝી5 પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે. હવે એની બીજી સીઝન આવવાની છે, જેનું ટીઝર ઝી5એ રિલીઝ કરવામાં આવશે. એપિસોડના ડિજિટલ વર્ઝનમાં મેકર્સે ઘણા બદલાવ કર્યા છે. ખાસ કરીને એમાં રવિ દુબે અને નિયા શર્માના પાત્રો દ્વારા ગ્લેમરનો જબરદસ્ત ધમાકો જોવા મળશે.
'જમાઈ 2.0 સીઝન 2'માં રવિ દુબે અને નિયા શર્માએ પોતાના ઓરિજિનલ પાત્રો સિદ્ધાર્થ અને રોશનીને ભજવ્યા છે. આ સિવાય અચિન્ત કૌર, સુધાંશુ પાન્ડે, વિન રામા અને પ્રિયા બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેનું દિગ્દર્શન એમ સિંહે કર્યું છે. બીજી સીઝનમાં સંબંધોની અગ્નિ પરીક્ષા થશે અને રોમાન્સ સેન્ટર સ્ટેજમાં થશે. 'જમાઈ 2.0 સીઝન 2'નું પ્રીમિયર 26 ફેબ્રુઆરીએ આવશે.
View this post on Instagram
ટીઝરનું મુખ્ય આકર્ષણ બન્ને મુખ્ય પાત્રો પર ફિલ્માંકિત રોમેન્ટિક દૃશ્ય છે. ટીઝરની શરૂઆત રવિ દુબે અને નિયા શર્માના અંડરવૉટર કિસ સીનથી થાય છે. આ પછી ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે વાર્તા આગળ વધે છે. ટીઝર રિલીઝ વિશે વાત કરતા રવિ દુબએ કહ્યું- જમાઈ 2.0 અત્યાર સુધી એક જબરદસ્ત પ્રવાસ રહ્યો છે. હું ખૂબ જ ખુશ છું કે અમે બીજી સીઝન સાથે પાછા આવી રહ્યા છે, જે ચાહકો અને તેમના પ્રેમ વિના શક્ય નહીં હતું. અમે સિદ્ધાર્થ અને રોશનીના ઈમોશનલ મનોરંજક સફરની ઝલકને વહેંચતા અમે ટીઝર રિલીઝ કરી દીધું છે.
તેમ જ નિયા શર્માએ ટીઝર રિલીઝ વિશે વાત કરતા કહ્યું, હું ખૂબ જ ઉત્સાહિત છું કે દર્શકોને આખરે બીજી સીઝનનું ટીઝર જોવા મળી રહ્યું છે. હું આતુરતાથી સીરીઝ રિલીઝ થવાની રાહ જોઉં છું. સિદ્ધાર્થ અને રોશનીના પાત્ર પર દર્શકોએ જે રીતે પ્રેમ વરસાવ્યો છે, તેના કારણે પહેલી સીઝનમાં ઘણી સફળતા મળી હતી. મને આશા છે કે તેઓ આ વખતે પણ આવું ચાલું જ રાખશે, કારણકે બીજી સીઝન રોમાન્સ, ટ્વિસ્ટ અને ઘણી બધી ભાવનાઓથી ભરેલી રહેશે.