અનફેર ઍન્ડ લવલીનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરશે ઇલિયાના અને રણદીપ હૂડા

Published: 15th October, 2020 22:21 IST | Harsh Desai | Mumbai

સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું, પરંતુ લૉકડાઉનને કારણે એ અટકી ગયું હતું.

અનફેર ઍન્ડ લવલીનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરશે ઇલિયાના અને રણદીપ હૂડા
અનફેર ઍન્ડ લવલીનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરશે ઇલિયાના અને રણદીપ હૂડા

રણદીપ હૂડા અને ઇલિયાના ડિક્રૂઝ નવેમ્બરમાં તેમની આગામી ફિલ્મ ‘અનફેર ઍન્ડ લવલી’નું શૂટિંગ શરૂ કરશે. રણદીપે હાલમાં જ સલમાન ખાન સાથેની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ પૂરું કર્યું છે. તે હવે તેના બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યો છે. સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું, પરંતુ લૉકડાઉનને કારણે એ અટકી ગયું હતું. આ ફિલ્મને હવે આવતા મહિને ઇન્ડિયાના ઘણાં શહેરોમાં શૂટ કરવામાં આવશે. જોકે ફિલ્મની સ્ટોરી હરિયાણા પર આધારિત હોવાથી એનું શૂટિંગ ત્યાં કરવામાં આવે એના ચાન્સ વધુ છે. ૨૦૨૧માં રિલીઝ થનારી આ ફિલ્મનો વિષય રંગભેદ છે. ઇન્ડિયામાં ગોરા હોવું એને સુંદરતા ગણવામાં આવે છે અને એ જ વિષય પર આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ભારતીયો વાઇટ સ્કિન પાછળ જે રીતે ઘેલા છે એના પર આ કૉમેડી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ‘સાંડ કી આંખ’ અને ‘મુબારકાં’ના સ્ક્રીનપ્લે રાઇટર બલવિન્દર સિંહ જાનુઆ આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર તરીકે એન્ટ્રી કરી રહ્યો છે. આ વિશે બલવિન્દર સિંહે કહ્યું હતું કે ‘હું આ માટે ખૂબ ખુશ છું અને મને ખુશી છે કે સોની પિક્ચર્સ દ્વારા મને અને મારા વિઝનને રજૂ કરવાની તક આપવામાં આવી છે. આપણી રોજબરોજની લાઇફને ઑબ્ઝર્વેશન કરીને ‘અનફેર ઍન્ડ લવલી’ બનાવવામાં આવી છે. આપણી દુનિયાની રિયલિટીને ખૂબ જ મનોરંજક રીતે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ડિરેક્ટર તરીકે શરૂઆત કરવા માટે આ ખૂબ સારો પ્રોજેક્ટ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK