મારી આંખો ઘણું બધું કહી જાય છે : પ્રભાસ

Published: Aug 22, 2019, 11:33 IST | મુંબઈ

પ્રભાસનું કહેવું છે કે તે તેની આંખો દ્વારા ઘણું કહી દે છે. ‘બાહુબલી’ દ્વારા તમામ રેકૉર્ડ તોડનારો પ્રભાસ હવે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે.

બાહુબલી બન્યો ડેવિલ
બાહુબલી બન્યો ડેવિલ

પ્રભાસનું કહેવું છે કે તે તેની આંખો દ્વારા ઘણું કહી દે છે. ‘બાહુબલી’ દ્વારા તમામ રેકૉર્ડ તોડનારો પ્રભાસ હવે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. તેની ‘બાહુબલી’ને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી હતી. જોકે તેની આગામી ફિલ્મ ‘સાહો’ને ભારતભરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને હિન્દી સહિત તેલુગુ અને તામિલમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે. આ પહેલી એવી ફિલ્મ છે જેમાં પ્રભાસે હિન્દીમાં પણ ડાયલૉગ આપ્યાં છે. ‘સાહો’માં તે શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળી રહ્યો છે અને તેણે લાર્જર-ધેન-લાઇફ પાત્ર ભજવ્યું છે. તેની આ ઇમેજ વિશે પૂછતાં પ્રભાસે કહ્યું હતું કે ‘ઍક્શન કરવામાં હું એકદમ કમ્ફર્ટેબલ છું. સાથે જ હું સાયલન્ટ એક્સપ્રેશન અને ક્લોઝ અપ સાથે પણ કમ્ફર્ટેબલ છું. મારા માટે એ બધુ ખૂબ જ સરળ છે અને હું મારી આંખો દ્વારા ઘણું બધુ કહીં જાઉં છું. હું મારી ડાયલૉગ ડિલવરી સાથે એટલો કોન્ફિડન્ટ નથી અને હું એના પર સતત કામ કરી રહ્યો છું.’

હિન્દી ડાયલૉગ ડિલવરી વિશે પૂછતાં પ્રભાસે કહ્યું હતું કે ‘અલગ ભાષામાં શૂટિંગ કરવું થોડુ મુશ્કેલ છે અને ઍક્ટર તરીકે મારે એનુ ખૂબ જ ધ્યાન રાખવું પડ્યુ હતું. ઉદાહરણ તરીકે સાઉથની ભાષામાં ખાસ કરીને તેલુગુમાં કોઈપણ વાક્યના અંતમાં એક્સપ્રેશન છુપાયેલા હોય છે, જ્યારે હિન્દીમાં દરેક શબ્દ સાથે એક્સપ્રેશન આપવા પડે છે. બન્ને ભાષા અલગ છે અને એથી મારે એક્સપ્રેશન પણ બન્નેને અલગ રીતે આપવા પડતાં હતાં. આ ટેક્નિકલ છે, પરંતુ મારે એનો ખ્યાલ રાખવો જરૂરી હતો. મારો જન્મ તાલિનાડુમાં થયો છે. હું તેલુગુથી પરિચીત છું, પરંતુ હિન્દી મારા માટે આ પહેલો અનુભવ રહ્યો છે. આ પહેલી ફિલ્મ છે જેનું શૂટિંગ મેં હિન્દીમાં કર્યું છે, એથી મેં એ માટે મારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા છે.’

અમે આ ફિલ્મનું પ્લાનિંગ ૧૫૦ કરોડ રૂપિયાના બજેટથી શરૂ કર્યું હતું. ત્યાર બાદ અમે સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું હતું અને ખાસ કરીને ઍક્શન સિક્વન્સ બાદ અમારું બજેટ ૩૫૦ કરોડ સુધી પહોંચી ગયું. અમે નામ પૂરતી વિઝ્‌યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવા નહોતા ઇચ્છતા.

- પ્રભાસ

આ પણ વાંચો : સલમાન ખાનની દબંગ-3 ચાર ભાષાઓમાં થશે રિલીઝ

બાહુબલી બન્યો ડેવિલ

પ્રભાસ હાલમાં જ શ્રદ્ધા કપૂર સાથે ‘સાહો’ને પ્રમોટ કરવા માટે સ્ટાર પ્લસ પર આવતાં શો ‘નચ બલિયે 9’માં ગયો હતો. આ શોને રવીના ટંડન જજ કરી રહી છે. સલમાન ખાનની ‘કિક’ના ‘જુમ્મે કી રાત...’ પર પ્રભાસે આ શોમાં રવીના સાથે ડાન્સ પણ કર્યો હતો. ફિલ્મમાં ડેવિલ એટલે કે સલમાન જે રીતે જૅકલિનનો ડ્રેસ મોંથી પકડીને ડાન્સ કરે છે એ જ રીતે પ્રભાસે પણ રવીનાની સાડી પકડીને ડાન્સ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK