સલમાન ખાનની દબંગ-3 ચાર ભાષાઓમાં થશે રિલીઝ

Updated: Aug 22, 2019, 11:00 IST | મુંબઈ

સલમાન ખાન વર્ષના અંતમાં ફરી આવી રહ્યા છે ચુલબુલ પાંડેના રૂપમાં. ફિલ્મને ચાર ભાષામાં રિલીઝ કરવાની મેકર્સની યોજના છે.

આવી રહ્યા છે ભાઈજાન....
આવી રહ્યા છે ભાઈજાન....

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની સુપરહિટ સીરિઝ દબંગ હાલ ફરીથી ચર્ચામાં છે. ફિલ્મના ત્રીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે. હાલ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ રાજસ્થાનના જયપુરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. અને હવે અહેવાલો સામે આવ્યા છે કે દબંગ 3 અનેક ભાષાઓમાં રિલીઝ થશે.


સલમાન ખાને પ્રભુદેવા સાથેની એક તસવીર પોસ્ટ કરી અને સાથે આ વાતની જાણકારી આપી છે. ફિલ્મ હિંદીની સાથે તમિલ, તેલુગૂ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. આ સાથે મેકર્સે દબંગ 3ની રિલીઝ ડેટનું પણ એલાન કરી દીધું છે. ફિલ્મ આ જ વર્ષે ડિસેમ્બરમાં થિયેટરમાં રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે દબંગમાં સાઉથા અભિનેતા કિચ્ચા સુદીપ પણ નજર આવશે. આ સિવાય અરબાઝ ખાન અને પ્રમોદ ખન્ના પણ ફિલ્મનો ભાગ છે. સુદીપ ફિલ્મમાં વિલનના કિરદારમાં નજર આવશે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં સલમાન ખાનના બે અલગ અલગ સમય બતાવવામાં આવશે. હાલમાં જ સલમાને પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રાજસ્થાનમાં ઉંટ સાથે મસ્તી કરતા નજર આવ્યા હતા.

 
 
 
View this post on Instagram

#dabangg3 shoot #rajasthan with Sultan

A post shared by Salman Khan (@beingsalmankhan) onAug 18, 2019 at 11:31pm PDT


હાલમાં જ અરબાઝ ખાને પણ કહ્યું હતું કે ફિલ્મનું 60 ટકા શૂટિંગ પુરૂ થઈ ગયું છે અને નિયત સમયે ફિલ્મ પુરી થઈ જશે. દબંગ ફ્રેંચાઈઝીની આ ત્રીજી ફિલ્મને મેકર્સ મોટા પાયા પર રિલીઝ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK