દીપિકા પહેલા આ એક્ટર્સ પણ કરી ચૂક્યા છે લૂક ચેન્જ, જુઓ ફોટોઝ

Published: Mar 26, 2019, 18:56 IST | Bhavin
 • રણબીર કપૂર (સંજુ) સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુ માટે રણબીર કપૂરે મેક ઓવર કર્યો હતો. આ બાયોપિક માટે રણબીર કપૂરે સંજય દત્તના જુદા જુદા લૂક ધારણ કર્યા હતા. તાજેતરમાં જ રણબીર કપૂરને સંજુ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સંજુમાં રણબીર કપૂરે ફેસિયલ મેક અપની સાથે વજનમાં પણ વધારો ઘટાડો કર્યો હતો.

  રણબીર કપૂર (સંજુ)

  સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુ માટે રણબીર કપૂરે મેક ઓવર કર્યો હતો. આ બાયોપિક માટે રણબીર કપૂરે સંજય દત્તના જુદા જુદા લૂક ધારણ કર્યા હતા. તાજેતરમાં જ રણબીર કપૂરને સંજુ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સંજુમાં રણબીર કપૂરે ફેસિયલ મેક અપની સાથે વજનમાં પણ વધારો ઘટાડો કર્યો હતો.

  1/10
 • અક્ષયકુમાર (2.0) રજનીકાંતની ફિલ્મ 2.0માં અક્ષયકુમાર વિલનના રોલમાં હતા. આ ફિલ્મમાં અક્ષયકુમારે કાગડાના લૂક માટે જબરજસ્ત પ્રોસ્થેટિક મેકઅપ કર્યો હતો. જેને જોતા જ બીક લાગી જાય તેમ હતી.

  અક્ષયકુમાર (2.0)

  રજનીકાંતની ફિલ્મ 2.0માં અક્ષયકુમાર વિલનના રોલમાં હતા. આ ફિલ્મમાં અક્ષયકુમારે કાગડાના લૂક માટે જબરજસ્ત પ્રોસ્થેટિક મેકઅપ કર્યો હતો. જેને જોતા જ બીક લાગી જાય તેમ હતી.

  2/10
 • અનુષ્કા શર્મા (પરી) અનુષ્કા શર્માએ પ્રોડ્યુસ કરેલી આ હોરર ફિલ્મ બેસ્ટ હોરર ફિલ્મોમાંની એક છે, જેમાં અનુષ્કાએ એક્ટિંગ પણ કરી હતી. ફિલ્મમાં ભયાનક દેખાવા માટે અનુષ્કા શર્માએ પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કર્યો હતો. જો કે અનુષ્કા શર્માએ પોતાના કરિયરમાં કરેલા રોલમાં એક્સ્ટ્રીમ ચેન્જ દેખાયો હતો, જેણે ફેન્સને પણ ચોંકાવી દીધા હતા.

  અનુષ્કા શર્મા (પરી)

  અનુષ્કા શર્માએ પ્રોડ્યુસ કરેલી આ હોરર ફિલ્મ બેસ્ટ હોરર ફિલ્મોમાંની એક છે, જેમાં અનુષ્કાએ એક્ટિંગ પણ કરી હતી. ફિલ્મમાં ભયાનક દેખાવા માટે અનુષ્કા શર્માએ પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કર્યો હતો. જો કે અનુષ્કા શર્માએ પોતાના કરિયરમાં કરેલા રોલમાં એક્સ્ટ્રીમ ચેન્જ દેખાયો હતો, જેણે ફેન્સને પણ ચોંકાવી દીધા હતા.

  3/10
 • પ્રિયંકા ચોપરા (મેરી કોમ) પ્રિંયકા ચોપરા અને બોક્સર મેરી કોમ એકબીજાથી સાવ અલગ છે. જો કે પીસીએ મેરીકોમ જેવો લૂક મેળવીને ફેન્સને સ્તબ્ધ કરી દીધા. જેમાં પ્રિંયકા ચોપરાનો બાલ્ડ લૂક પણ સામેલ છે. પ્રિયંકા એવી ગણતરીની એક્ટ્રેસીસમાંની એક છે, જેઓ બાલ્ડ લૂક ધારણ કરી ચૂક્યા છે.

  પ્રિયંકા ચોપરા (મેરી કોમ)

  પ્રિંયકા ચોપરા અને બોક્સર મેરી કોમ એકબીજાથી સાવ અલગ છે. જો કે પીસીએ મેરીકોમ જેવો લૂક મેળવીને ફેન્સને સ્તબ્ધ કરી દીધા. જેમાં પ્રિંયકા ચોપરાનો બાલ્ડ લૂક પણ સામેલ છે. પ્રિયંકા એવી ગણતરીની એક્ટ્રેસીસમાંની એક છે, જેઓ બાલ્ડ લૂક ધારણ કરી ચૂક્યા છે.

  4/10
 • અમિતાભ બચ્ચન (પા) બોલીવુડમાં કેટલાક એવા પણ એક્ટર્સ છે, જે ઓન સ્ક્રીન પોતાની ઉંમર કરતા સાવ અલગ જ રોલ કરી ચૂક્યા છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પા ફિલ્મમાં 12 વર્ષના બાળકનો રોલ કર્યો હતો. ફિલ્મ પામાં બિગ બીએ એવા બાળકનો રોલ કર્યો હતો જેમાં એક બાળક સૌથી રૅર ગણાતા પ્રોગેરિયા નામના જેનેરિક ડિસોર્ડરથી પીજાય છે. આ રોલ માટે બિગબીએ ટકલા થવું પડ્યું હતું.

  અમિતાભ બચ્ચન (પા)

  બોલીવુડમાં કેટલાક એવા પણ એક્ટર્સ છે, જે ઓન સ્ક્રીન પોતાની ઉંમર કરતા સાવ અલગ જ રોલ કરી ચૂક્યા છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પા ફિલ્મમાં 12 વર્ષના બાળકનો રોલ કર્યો હતો. ફિલ્મ પામાં બિગ બીએ એવા બાળકનો રોલ કર્યો હતો જેમાં એક બાળક સૌથી રૅર ગણાતા પ્રોગેરિયા નામના જેનેરિક ડિસોર્ડરથી પીજાય છે. આ રોલ માટે બિગબીએ ટકલા થવું પડ્યું હતું.

  5/10
 • શાહરુખ ખાન (ફૅન) ફૅન આ ફિલ્મ નહોતી ચાલી, પરંતુ શાહરુખ ખાનની એક્ટિંગ જરૂર વખણાઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાને પોતાના જ ફૅનનો રોલ કર્યો હતો. જેના માટે શાહરુખ ખાને ફેસ મેકઅપમાંથી પસાર થવું પડ્યું હતું.  

  શાહરુખ ખાન (ફૅન)

  ફૅન આ ફિલ્મ નહોતી ચાલી, પરંતુ શાહરુખ ખાનની એક્ટિંગ જરૂર વખણાઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાને પોતાના જ ફૅનનો રોલ કર્યો હતો. જેના માટે શાહરુખ ખાને ફેસ મેકઅપમાંથી પસાર થવું પડ્યું હતું.

   

  6/10
 • હ્રિતિક રોશન (ધૂમ 2) ફિલ્મ ધૂમ ટુમાં હ્રિતક રોશને એક ચોરનો રોલ કર્યો હતો, જે ચોરી માટે જુદા જુદા ગેટઅપ ધારણ કરે છે. ધૂ ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મમાં હ્રિતિકે એકથી વધુ ગેટઅપ લીધા હતા. જેમાં ઘરડી સ્ત્રીથી ઘરડા સફાઈકર્મીના રોલ સામેલ છે.

  હ્રિતિક રોશન (ધૂમ 2)

  ફિલ્મ ધૂમ ટુમાં હ્રિતક રોશને એક ચોરનો રોલ કર્યો હતો, જે ચોરી માટે જુદા જુદા ગેટઅપ ધારણ કરે છે. ધૂ ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મમાં હ્રિતિકે એકથી વધુ ગેટઅપ લીધા હતા. જેમાં ઘરડી સ્ત્રીથી ઘરડા સફાઈકર્મીના રોલ સામેલ છે.

  7/10
 • રિશી કપૂર (કપૂર એન્ડ સન્સ) નાના મોટા ટ્રાન્સફોર્મેશનની સાથે સાથે કેટલાક કલાકારોએ એવો મેક અપ પણ કર્યો છે, જેનાથી તેમને ઓળખી જ ન શકાય. કપૂર એન્ડ સન્સ માટે રિશી કપૂરે ઘરડા વ્યક્તિનો રોલ કર્યો હતો. કપૂર એન્ડ સન્સમાં રિશી કપૂરને મેક અપ કરનાર આર્ટિસ્ટને અન્ય ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

  રિશી કપૂર (કપૂર એન્ડ સન્સ)

  નાના મોટા ટ્રાન્સફોર્મેશનની સાથે સાથે કેટલાક કલાકારોએ એવો મેક અપ પણ કર્યો છે, જેનાથી તેમને ઓળખી જ ન શકાય. કપૂર એન્ડ સન્સ માટે રિશી કપૂરે ઘરડા વ્યક્તિનો રોલ કર્યો હતો. કપૂર એન્ડ સન્સમાં રિશી કપૂરને મેક અપ કરનાર આર્ટિસ્ટને અન્ય ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

  8/10
 • કમલ હસન (ચાચી 420) ચાચી 420 ફિલ્મ એ ગણતરીની ક્લાસિક ફિલ્મોમાંની એક છે, જે આજે પણ જોવી ગમે છે. આ ફિલ્મમાં કમલ હાસને સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું. જેના માટે ખાસ પ્રોસ્થેટિક મેક અપની જરૂર પડી હતી.

  કમલ હસન (ચાચી 420)

  ચાચી 420 ફિલ્મ એ ગણતરીની ક્લાસિક ફિલ્મોમાંની એક છે, જે આજે પણ જોવી ગમે છે. આ ફિલ્મમાં કમલ હાસને સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું. જેના માટે ખાસ પ્રોસ્થેટિક મેક અપની જરૂર પડી હતી.

  9/10
 • ગોવિંદા (હદ કર દી આપને ) તમને એ સીન તો યાદ જ હશે, જેમાં ગોવિંદાની આખી ફેમિલી એક સરખી દેખાય છે. આ સીનમાં ગોવિંદા એ જ એક સાથે 7-8 રોલ કર્યા છે. માનવામાં ન આવે તેવી વાત છે, જો કે હદ કર દી આપને આ ફિલ્મના સીને લોકોને ખૂબ હસાવ્યા છે.

  ગોવિંદા (હદ કર દી આપને )

  તમને એ સીન તો યાદ જ હશે, જેમાં ગોવિંદાની આખી ફેમિલી એક સરખી દેખાય છે. આ સીનમાં ગોવિંદા એ જ એક સાથે 7-8 રોલ કર્યા છે. માનવામાં ન આવે તેવી વાત છે, જો કે હદ કર દી આપને આ ફિલ્મના સીને લોકોને ખૂબ હસાવ્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

દીપિકા પાદુકોણેનો 'છપાક'માં જે લૂકમાં દેખાઈ છે, તેનાથી ફેન્સ સહિત બોલીવુડને પણ શોક લાગ્યો છે. બી ટાઉન સહિત તમામ લોકોએ દીપિકાના આ લૂકને વખાણ્યો છે. દીપિકાઆ પ્રોસ્થેટિક અવતારમાં એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગરવાલ જેવી જ લાગી રહી છે. ડિરેક્ટર મેઘના ગુલઝારે પહેલા જ જાહેરાત કરી હતી કે છપાકમાં દીપિકા એક જુદા જ લૂકમાં જોવા મળશે. અને ફર્સ્ટ લૂક બાદ દીપિકાના ફેન્સ શોક્ડ છે.

જો કે બોલીવુડમાં પ્રોસ્થેટિક મેક અપ પહેલી વખત નથી. દીપિકા પાદુકોણે પહેલા બોલીવુડના કેટલાક એક્ટર્સ આ પ્રકારના ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ ચૂક્યા છે. જેમના લૂક દર્શકોને ચોંકાવી ચૂક્યા છે. અમિતાભ બચ્ચનથી લઈને અનુષ્કા શર્મા સુધી બોલીવુડના 10 એક્ટર્સના આ લૂક જુઓ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK