Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઠાકરે માટે પહેલી પસંદ હતી ઇરફાન

ઠાકરે માટે પહેલી પસંદ હતી ઇરફાન

25 January, 2019 09:33 AM IST |
સોનિયા લુલ્લા

ઠાકરે માટે પહેલી પસંદ હતી ઇરફાન

ઇરફાન ખાન

ઇરફાન ખાન


‘ઠાકરે’ માટે ઇરફાન પાસે સમય ન હોવાથી તેની જગ્યાએ નવાઝુદ્દીન સિદ્દીકીને પસંદ કરવામાં આવ્યો હતો. ‘ઠાકરે’ના કાસ્ટિંગ ડિરેક્ટર રોહન માપુસકરનું કહેવું છે કે ‘ડિરેક્ટ અભિજિત પાનસે, સંજય રાઉત અને હું વિચારી રહ્યા હતા કે આ માટે કોને પસંદ કરવો. અમે ઇરફાનને પસંદ કરવાનું વિચારી રહ્યા હતા. અમે તેની ઇમેજને ઠાકરે સાથે સરખાવી જોઈ હતી અને અમે એનાથી રાજી પણ હતા. ઇરફાન અન્ય ફિલ્મોમાં વ્યસ્ત હતો અને તેણે ત્રણ મહિના બાદ આ ફિલ્મ માટે તારીખો આપી હતી.’

ઇરફાન પાસે તારીખ ન હોવાથી અન્ય ઍક્ટરની શોધ કરવામાં આવી હતી અને ત્યાર બાદ નવાઝુદ્દીન સિદ્દીકીને પસંદ કરવામાં આવ્યો હતો. આ વિશે વધુ જણાવતાં રોહને કહ્યું હતું કે ‘કેટલીક રૅલીમાં ઠાકરે કાર્યકર્તાઓ સાથે જમીન પર બેસતા હતા. આ દૃશ્ય માટે અમને ઇરફાન કરતાં નવાઝુદ્દીન વધુ યોગ્ય લાગ્યો હતો.’



આ પણ વાંચો : હ્રિતિક રોશન પહેલાં કરતાં વધુ સારા ને યુવાન દેખાઈ રહ્યા છે : ટાઇગર શ્રોફ


‘ઠાકરે’ માટે તેમનાં પત્ની મીના ઠાકરેના પાત્ર માટે પહેલી પસંદ રસિકા દુગ્ગલ હતું, પરંતુ તેણે ‘મન્ટો’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યું હોવાથી અમ્રિતા રાવને પસંદ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2019 09:33 AM IST | | સોનિયા લુલ્લા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK