ગુમ હૈ કિસી કે પ્યાર મેં

Published: Sep 15, 2020, 20:59 IST | Rashmin Shah | Rajkot

પહેલી વખત એવું બનશે કે રીજનલમાંથી મેઇન સ્ટ્રીમમાં કોઈ શો આવતો હોય

ગુમ હૈ કિસી કે પ્યાર મેં
ગુમ હૈ કિસી કે પ્યાર મેં

સ્ટાર પ્લસ પર ઑક્ટોબરથી શરૂ થતા શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં વાત આઇપીએસ ઑફિસરના પ્રેમ અને તેની ફરજની છે. આ શોથી પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે રીજનલની કોઈ વાત મેઇન સ્ટ્રીમમાં આવતી હોય. હા, હકીકત એ છે કે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એ ઓરિજિનલી બંગાળી સિરિયલ ‘કુસુમ ડોલા’ પર આધારિત છે. શોમાં વાત આઇપીએસ ઑફિસર વિરાટ ચૌહાણની લાઇફની આસપાસ ફરે છે. મહત્ત્વની વાત એ છે કે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સ્ટાર પ્લસની પૉપ્યુલર સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ને રિપ્લેસ કરશે. હા, લૉકડાઉન પછી ‘કસૌટી ઝિંદગી કી’ને કોઈ રિસ્પૉન્સ ન મળતાં ચૅનલે હવે આ સિરિયલ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. ‘કસૌટી ઝિંદગી કી’માં નવું આકર્ષણ ઉમેરવાના હેતુથી મિસ્ટર બજાજના કૅરૅક્ટરમાં કરણ પટેલને પણ લાવવામાં આવ્યો હતો, એ પછી પણ ઑડિયન્સે આ સિરિયલને નકારી દીધી હતી.
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં વિરાટ ચૌહાણ પોતે પ્રેમ કોઈ અન્યને કરે છે, પણ એક વિચિત્ર સંજોગ વચ્ચે હવે તેનાં મૅરેજ બીજી એક છોકરી સાથે થઈ જાય છે. વિરાટની જિંદગીમાં ઝંઝાવાત ત્યારે આવે છે જ્યારે વિરાટે પોતાના પ્રેમને પણ સ્વીકારવાની નોબત આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK