બૅન્ગ બૅન્ગનું કલેક્શન ઘટ્યું, હૈદરનું વધ્યું

Published: 5th October, 2014 05:08 IST

પહેલા દિવસના ૨૭.૫૪ કરોડ સામે બીજા દિવસે ‘બૅન્ગ બૅન્ગ’નું કલેક્શન થોડું ઘટીને ૨૪.૦૮ કરોડ રૂપિયા થયું હતું, જ્યારે ‘હૈદર’ના કિસ્સામાં પહેલા દિવસના ૬.૧૪ કરોડ રૂપિયાના બિઝનેસ સામે બીજા દિવસે એનું કલેક્શન થોડું વધીને ૬.૯૩ કરોડ રૂપિયા થયું હતું. આમ ‘બૅન્ગ બૅન્ગ’નો બે દિવસનો બિઝનેસ ૫૧.૬૨ કરોડ થયો છે અને ‘હૈદર’નો બે દિવસનો બિઝનેસ ૧૩.૦૭ કરોડ થયો છે.




હૈદર જોવા સાથે આવ્યાં અજુર્ન અને સોનાક્ષી


ગુરુવારે રાત્રે જુહુના એક મલ્ટિપ્લેક્સમાં ‘હૈદર’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ ‘તેવર’ના ઍક્ટર અજુર્ન કપૂર અને સોનાક્ષી સિંહા આવ્યાં હતાં. રાતના લગભગ એક વાગ્યે મલ્ટિપ્લેક્સમાંથી નીકળ્યા બાદ તેઓ એકદમ કમ્ફર્ટેબલ લાગી રહ્યાં હતાં. ‘તેવર’ના શૂટિંગ બાદ આ ઍક્ટરો વચ્ચે નિકટતા વધી હોવાની વાત ઇન્ડસ્ટ્રીમાં થઈ રહી છે. ‘હૈદર’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગ વખતે વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ઉપસ્થિત રહ્યો હતો.

તસવીર : યોગેન શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK