બોલીવુડને ઝટકો, આ જાણીતા નિર્માતા-નિર્દેશકનું નિધન

Published: Sep 05, 2020, 19:44 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જૉની બક્ષી ન માત્ર એક સારા નિર્દેશક હતા પણ તેઓ નિર્માતા પણ હતા. રાજેશ ખન્ના અને ગુલશન ગ્રોવર સ્ટારર ફિલ્મ ખુદાઇના નિર્માતા પણ જૉની બક્ષી જ હતા.

જૉન બક્ષી
જૉન બક્ષી

જાણીતા નિર્માતા -નિર્દેશક જૉની (Johnny Bakshi) બક્ષીનું હાર્ટ (Hart Attack) અટેકને કારણે નિધન થયું છે. જૉની બક્ષીએ બોલીવુડના ઘણાં દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું. જૉની બક્ષી ન માત્ર એક સારા નિર્દેશક હતા પણ તેઓ નિર્માતા પણ હતા. રાજેશ (Rajesh Khanna) ખન્ના અને ગુલશન (Gulshan grover) ગ્રોવર સ્ટારર ફિલ્મ ખુદાઇના નિર્માતા પણ જૉની બક્ષી જ હતા.

દીકરી પ્રિયાએ પીટીઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, "82 વર્ષના જૉની કાલે શ્વાસની સમસ્યાને કારણે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ગંભીર સ્થિતિને કારણે તે વેન્ટિલેટર પર હતા. સૌથી પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો. તો રાતે લગભગ 2 વાગ્યે હાર્ટ અટેક આવવાથી તેમનું નિધન થઈ ગયું." જૉની બક્ષીના અંતિમ સંસ્કાર પરિવારની હાજરીમાં એક સ્મશાનમાં કરવામાં આવ્યા.

ચાર દાયકાના પોતાના કરિઅરમાં જૉની બક્ષીએ મોટાભાગે નિર્માતા તરીકે કામ કર્યું તેમણે મંજિલે ઔર ભી હૈ(1974). ઔર ફિર તેરી કહાની યાદ આઈ (1993) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમણે રાજશ ખન્નાની બે ફિલ્મો ડાકુ અને પુલીસ(1992) અને ખુદાઇનું પણ નિર્દેશન કર્યું છે. જૉની બક્ષીના પરિવારમાં હવે દીકરો બ્રેંડો, કેનેડી, બ્રેડમેન અને દીકરી પ્રિયા છે.

ટ્વિટર પર અભિનેતા અનુપમ ખેરે શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે, "#JohnnyBakshiના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તે મુંબઇમાં મારા શરૂઆતના જીવનકાળ દરમિયાન એક નિર્માતા, મિત્ર, એક સમર્થક અને પ્રેરક રૂપે અભિન્ન હિસ્સો રહ્યા. તેમનું હાસ્ય અમુલ્ય હતું, જેણે દરેકને ખુશ કર્યા."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK