ફિલ્મ પ્રિવ્યુઃ લિંગા

Published: 25th December, 2014 05:04 IST

સુપરસ્ટાર રજનીકાન્ત સ્ટારર ‘લિંગા’ તામિલ અને તેલુગુમાં તો ૧૫ દિવસ પહેલાં રિલીઝ થઈ ગઈ, પણ હવે એનું હિન્દી ડબ્ડ વર્ઝન રિલીઝ થઈ રહ્યું છે. ફિલ્મમાં રજનીકાન્ત ડબલ રોલમાં છે તો તેની સાથે સોનાક્ષી સિંહા અને અનુષ્કા શેટ્ટી પણ છે.


ફિલ્મની સ્ટોરી સોલાયપુર નામના એક ગામની આસપાસ ફરે છે. સોલાયપુરવાસીઓને જો ગામમાંથી બહાર નીકળવું હોય તો એક જ બ્રિજ છે અને એનો ઉપયોગ કરવો પડે છે. જો એ બ્રિજ ન હોય તો તેમનો દુનિયા સાથેનો વ્યવહાર બિલકુલ કટ થઈ જાય. આ બ્રિજ ગામના સંસદસભ્યને નડે છે અને તે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હિસાબે આ પુલ તોડાવવા માગે છે.

પુલની આવરદા ચકાસવામાં આવે છે અને સદ્નસીબે એ પુલ હજી સેંકડો વર્ષ ટકી શકે એવું સર્ટિફિકેટ મળે છે. જોકે સંસદસભ્ય નાગભૂષણ રમત રમે છે અને એ પુલ પાસે આવેલા રાજા લિંગેશ્વર (રજનીકાન્ત)ના મંદિરના દરવાજા ખોલીને એ મંદિરની પૂજા થાય એ પછી જ પુલનો ઉપયોગ કરવો જોઈએ એવું જાહેર કરી દે છે. આવી જાહેરાત પછી નાગભૂષણ એવું પણ બધાને યાદ દેવડાવે છે કે રાજા લિંગેશ્વરની પૂજા માત્ર તેના વંશજો જ કરી શકે છે. પત્યું. અહીંથી હવે લિંગેશ્વરના વારસદારની શોધ શરૂ થાય છે. આ શોધ સોલાયપુરની, પણ હવે દિલ્હીની ચૅનલમાં જર્નલિસ્ટ એવી લક્ષ્મી (અનુષ્કા શેટ્ટી) શરૂ કરે છે અને તેને આ વારસદાર એક ચોર લિંગા (રજનીકાન્ત)ના રૂપમાં મળે છે.

લિંગા ગામમાં આવવા તો તૈયાર થાય છે, પણ આવ્યા પછી તેને નાગભૂષણની રાજરમતની ખબર પડે છે. માત્ર પૂજા માટે આવેલો લિંગા હવે ગામમાં જ રહી જાય છે અને ગામવાસીઓને જરૂરી મદદ કરવાની પૂરી તૈયારી કરી લે છે. જોકે એ તૈયારી દરમ્યાન તેને પોતાનાં માબાપ લિંગેશ્વર અને ભારતી વિશે પણ ખબર પડે છે અને તેને એ પણ ખબર પડે છે કે તેના પિતાએ આ ગામમાં પુલ બને એ માટે બ્રિટિશ સેના સાથે લડત ચલાવવાનું પણ સ્વીકાર્યું હતું.‘લિંગા’નું મ્યુઝિક એ. આર. રહમાનનું છે. હિન્દી ફિલ્મ પહેલાં તામિલ અને તેલુગુની સાથે જ રિલીઝ થવાની હતી, પણ ડબિંગ દરમ્યાન કેટલીક ટેãક્નકલ એરર આવી જતાં હિન્દી વર્ઝન આ શુક્રવારે રિલીઝ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK