Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર 3માં ઇમરાન હાશ્મી બનશે વિલન?

ટાઇગર 3માં ઇમરાન હાશ્મી બનશે વિલન?

13 February, 2021 10:44 AM IST | Mumbai

ટાઇગર 3માં ઇમરાન હાશ્મી બનશે વિલન?

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી


સલમાન ખાન અને કૅટરિના કૈફની ‘ટાઇગર 3’માં ઇમરાન હાશ્મી વિલનના રોલમાં દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં આ વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. ‘ટાઇગર 3’ને લઈને સલમાન અને કૅટરિનાના ફૅન્સમાં ગજબનો ઉત્સાહ છે. જોકે તેમને એ જાણવાની પણ તાલાવેલી રહે છે કે આ વખતે વિલનનું પાત્ર કોણ ભજવશે. એવામાં ચર્ચા એવી ચાલી રહી છે કે ઇમરાન વિલન બની શકે છે. યશરાજ ફિલ્મ્સને વિલનના રોલ માટે ઇમરાન વધુ પસંદ છે. હાલમાં તો શાહરુખ ખાનની ‘પઠાન’નું શૂટિંગ ચાલી રહ્યું છે. એ ફિલ્મમાં સલમાન પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે. ઇમરાન માર્ચમાં ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરશે. યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં ઇમરાન, સલમાન અને કૅટરિના કેટલાક સીન્સનું શૂટિંગ કરશે. સેકન્ડ શેડ્યુલ મિડલ ઈસ્ટમાં અને ફાઇનલ શેડ્યુલ ફરીથી મુંબઈમાં શૂટ કરવામાં આવશે. સલમાન અને કૅટરિનાની જોડી તેમના ફૅન્સને ખૂબ પસંદ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2021 10:44 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK