Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણની ખુશીમાં એકતા ભાગીદાર

કરણની ખુશીમાં એકતા ભાગીદાર

05 April, 2012 05:59 AM IST |

કરણની ખુશીમાં એકતા ભાગીદાર

કરણની ખુશીમાં એકતા ભાગીદાર


ekta-karanકરણ જોહર અને એકતા કપૂર છેલ્લા એક વર્ષમાં બૉલીવુડનાં સૌથી સફળ પ્રોડ્યુસર રહ્યાં છે એ તો બૉક્સ-ઑફિસના રેકૉર્ડ્સ જ જણાવે છે. જોકે બન્ને એકમેકને હરીફની જેમ નથી જોતાં અને તેમની વચ્ચેની મિત્રતા ઘણી સ્ટ્રૉન્ગ છે. આ કારણે જ જ્યારે એકતાની ફિલ્મ માટે કરણની મદદની જરૂર હતી ત્યારે કરણે કોઈ પ્રકારના અવરોધ વગર તેને પૂરતો સપોર્ટ કર્યો છે.

એકતાની તુષાર કપૂર, રિતેશ દેશમુખ, નેહા શર્મા અને સારા જેન ડાયસને ચમકાવતી ‘ક્યા સુપર કૂલ હૈં હમ’માં કરણની ‘કભી ખુશી કભી ગમ’ના સીનની જરૂર હતી. હેલિકૉપ્ટરમાંથી ઊતરતા શાહરુખ ખાનની જે રીતે એન્ટ્રી બતાવવામાં આવે છે એ સીનનો એકતાની ફિલ્મના પ્રોમોમાં ઉપયોગ કરવાની તેની ઇચ્છા હતી. આ કારણે જ તેણે કરણને વાત કરી હતી અને કરણે તરત એ માટે સહમતી દર્શાવી હતી.



આ ફિલ્મ જૂની ફિલ્મો અને કલાકારોની સ્ટાઇલ પર મજાકની એક કૉમેડી ફિલ્મ છે. આ કારણે જ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની એવી પણ ઇચ્છા હતી કે એવી પણ કોઈ ફિલ્મના સીનનો ઉપયોગ કરવામાં આવે જેમાં સ્ટ્રૉન્ગ ફૅમિલી ઇમોશન્સ હોય અને ‘કભી ખુશી કભી ગમ’ તેમની પસંદગી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2012 05:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK