દિવ્યાંદુ કરશે એકતા સાથે બિચ્છુ કા ખેલ

Updated: Jan 22, 2020, 15:13 IST | Rashmin Shah | Rajkot

‘મિર્ઝાપુર’નો હાર્ડ-હીટિંગ વિલન બનશે બાલાજીની વેબ-સ‌િરીઝમાં એક એવો રાઇટર જે બદલો લેવા માટે પોતાની કલ્પનાઓને હથિયાર બનાવશે

દિવ્યાંદુ શર્મા
દિવ્યાંદુ શર્મા

એકતા કપુરની વેબ-સ‌િરીઝ ‘બિચ્છુ કા ખેલ’ના લીડ સ્ટાર તરીકે ‘મિર્ઝાપુર’નો હાર્ડ-હીટિંગ અને માથાફરેલા વિલનનું કૅરૅક્ટર કરનારો દિવ્યાંદુ શર્મા ફાઇનલી ફાઇનલ થયો છે. દિવ્યાંદુ આ વેબ-સિરીઝમાં એક રાઇટરનું કૅરૅક્ટર કરે છે જે ક્રાઇમ-થ્ર‌િલર લખવાનો સતત પ્રયાસ કરે છે, પણ તેને સફળતા નથી મળી. વેબ-સ‌િરીઝના હીરોના પપ્પાનું એક ગેરવાજબી ઘટનામાં મોત થાય છે. રાઇટર ન્યાય માટે લડે છે પણ તેને ન્યાય નથી મળતો એટલે તે પોતાનું લેખક-દિમાગ કામે લગાડે છે અને કાયદાઓને પોતાની ઇચ્છા મુજબ મારી-મચકોડીને પિતાની હત્યાનો બદલો લે છે અને એનું નામ પણ સુધ્ધાં આવતું નથી.

દિવ્યાંદુ શર્મા અત્યારથી જ કામ પર લાગી ગયો છે અને ક્રાઇમ-થ્ર‌િલર લખનારા રાઇટરનું દિમાગ કેવું કામ કરતું હોય છે એનું ઑબ્ઝર્વેશન કરે છે તો સાથોસાથ તેણે ક્રાઇમ-થ્ર‌િલર નૉવેલ પણ વાંચવાનું શરૂ કરી દીધું છે. ‘બિચ્છુ કા ખેલ’નું શૂટ નવેમ્બરના એન્ડથી શરૂ થશે અને વેબ-સ‌િરીઝ જાન્યુઆરીના એન્ડમાં રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK