ફિલ્મ 'ભારત'થી આ વાતે નારાજ છે દિશા પટાણી, આ છે હકીકત

મુંબઈ | Jun 22, 2019, 12:33 IST

દિશા પટાણી તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ને લઈને ચર્ચામાં છે, પણ હવે દિશાએ આ ફિલ્મ વિશે નારાજગીની વાત સામે આવી છે.

દિશા પટાણી
દિશા પટાણી

બોલીવુડ અભિનેત્રી દિશા પટાણી તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ને લઇને ચર્ચામાં છે, પણ દિશાને આ ફિલ્મ બાબતે કેટલીક નારાજગીની વાતો સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જ્યાં સલમાન ખાનની ઉંમરને લઇને ચર્ચામાં રહી હતી પણ હવે મીડિયા સામે તેણે એવી વાત કહી દીધી છે કે જેને સાંભળીને સલમાન ખાન નારાજ થઈ શકે છે.

દિશા પટાણીના ફિલ્મી કરિઅરની શરૂઆત ઘણી સારી થઈ છે. શરૂઆતની ફિલ્મ 'એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' અને 'બાગી 2' થી જ ટૉપ અભિનેત્રીઓમાં મોખરે થયેલી દિશાએ ટૂંક સમયમાં જ એવું કામ કર્યું છે કે અન્ય અભિનેત્રીઓને તેની જલન થઈ ગઈ હશે. કારણકે સલમાન ખાને તેને પોતાની ફિલ્મ 'ભારત'માં તક આપીને તેને ટૉપ લિસ્ટ અભિનેત્રીમાં વધુ ઉપર સ્થાન અપાવી દીધું છે. એટલું જ નહીં સલમાન સાથે દિશાનું ગીત 'સ્લો મોશન' આજના સમયમાં સૌથી હિટ નંબર પણ છે. પણ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે 'ભારત'ને લઇને દિશા થોડી નારાજ છે.

 
 
 
View this post on Instagram

#MYCALVINS @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) onJun 19, 2019 at 4:26am PDT

ફિલ્મમાં કંઇક એવું થયું છે, જેનાથી દિશા પટાણી નિરાશ છે. દિશા પટાણીના નિરાશ થવાનું કારણ એ છે કે તેમની ફિલ્મમાં કેટરીના કૈફ સાથે એક પણ સીન નહોતો. એક ન્યૂઝ એજન્સી મુજબ દિશા પટાણીએ જણાવ્યું કે, ફિલ્મની શૂટિંગની જગ્યા અને સમય અલગ હોવાને કારણે કેટરિના કૈફને મળવાની તક જ ન મળી. તેથી તેમણે એક સાથે શૂટિંગ નથી કરી. તેણે કહ્યું કે તે કેટરીના કૈફની ચાહક છે.

આ પણ વાંચો : કબીર સિંહ બૉક્સ ઓફિસ કલેક્શન: પહેલા દિવસે કરી આટલી કમાણી

જણાવીએ કે તાજેતરમાં જ દિશા તે સમયે ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યું હતું કે હવે સલમાન સાથે ક્યારેય ફિલ્મ નહીં કરી શકે. કારણકે સલમાન તેનાથી ઉંમરમાં ઘણો મોટો છે. તેના જવાબમાં સલમાને તેનો તીખો જવાબ આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK