હવે 16 વર્ષની ટિકટૉક સ્ટાર સિયા કક્કરે જીવન ટૂંકાવ્યું

Published: Jun 25, 2020, 17:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આગલી રાતે મેનેજર સાથે વાત કરી ત્યારે મૂડ સારો હતો, તો પછી શા માટે ભર્યું આત્મહત્યાનું પગલું?

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડ્રસ્ટ્રીમાંથી વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. દિલ્હીના પ્રીત વિહારમાં રહેતી 16 વર્ષીય ટિકટૉક સ્ટાર સિયા કક્કરે ગુરૂવારે આત્મહત્યા કરી છે. ટીનજરે આવુ પગલું શા માટે ભર્યું તેના કોઈ જ સમાચાર નથી.

મળતી માહિતી પ્રમાણે, બુધવારે રાત્રે સિયા કક્કરે મેનેજર અર્જુન સરીન સાથે વાત કરી હતી. મેનેજરનું કહેવું છે કે, ત્યારે તો સિયાનું મૂડ એકદમ બરાબર હતું. તેના વાત કરવા પરથી જરાય લાગ્યું નહીં કે તે કોઈ મુશ્કેલીમાં હશે. મેનેજર અર્જુનનું કહેવું છે કે, તેણે કોઈ વ્યક્તિગત કારણને લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. કામમાં તો કોઈ તકલીફ નહોતી. બુધવારે રાત્રે મારી તેની સાથે એક પ્રોજેક્ટ માટે વાત પણ થઈ હતી ત્યાર તે એકદમ નોર્મલ હતી. તે બહુ જ પ્રતિભાશાળી અને હોશિયાર હતી.

સિયા દિલ્હીના પ્રીત વિહારમાં રહે છે. તે ટિકટૉક સિવાય ઈન્સ્ટાગ્રામ, સ્નેપચૅટ અને યુટયુબ પર પણ બહુ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 104k અને ટિકટૉક પર 1.1 મિલિયન ફૉલોઅર્સ છે. સિયાએ પાંચ દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને ત્રણ લાખ કરતા વધુ વ્યૂઝ મળ્યાં છે. એટલું જ નહીં, આ વીડિયો તેને એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં પણ મુક્યો હતો.

 
 
 
View this post on Instagram

And Its TIME to get knocked out by this lethal combination of an Epic Punjabi Song and an enchanting beauty. Watch the King of Desi Hip-Hop Bohemia, soulful singer JS Atwal along with Lola Gomez in the official video of Our Latest Single, "Sharaabi Teri Tor". The Most Awaited Song of 2020 is OUT !! Watch the Video Now. . . . @iambohemia @atwalinsta @lolitaxo__ @mbmusicco @meetbrosofficial @meet_bros_manmeet @harmeet_meetbros @shaxeoriah @urshappyraikoti @jaggisim @desihiphopking @touchblevins @raajeev.r.sharma @itsumitsharma @psycho_marketer @fameexpertz #SharaabiWalk #SharaabiWalkChallenge #SharaabiTeriTor #Bohemia #HipHop #Rap #Punjabi #JsAtwal #HappyRaikoti #intoxicating #MBMusic #sharaab #musicvideo #fameexpertz

A post shared by Siya Kakkar (@siya_kakkar) onJun 19, 2020 at 2:38am PDT

આ પહેલા 14 જૂને સુશાંત સિંહ રાજપૂત, 16 જૂને મનમીત ગ્રેવાલ અને પ્રેક્ષા મહેતાએ 25 મેના રોજ આત્મહત્યા કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK