મેન્ટલ હેલ્થ અવેરનેસના ક્રિસ્ટલ અવૉર્ડ માટે દીપિકા પાદુકોણની પસંદગી

Published: Dec 15, 2019, 13:41 IST | Mumbai Desk

હું આ અવૉર્ડને વિશ્વના એ લોકોને સમર્પિત કરવા માગું છું જે સ્ટ્રેસ, ગભરામણ અને તણાવનો અને એના જેવી જ અન્ય બીમારીઓનો શિકાર બન્યા છે.’

દીપિકા પાદુકોણને મેન્ટલ હેલ્થ પ્રતિ લોકોમાં સજાગતા લાવવા માટે તાજેતરમાં જ ક્રિસ્ટલ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવી છે. દીપિકા એક માત્ર ભારતીય ઍક્ટ્રેસ છે જેને દાવોસ ૨૦૨૦માં સ્થાન મળ્યું છે. આ પુરસ્કાર મળતાં લાગણી વ્યક્ત કરતાં દીપિકાએ કહ્યું હતું કે ‘લગભગ ૩૦૦ મિલ્યન લોકો આ બીમારીથી પીડાય છે. વિશ્વમાં આજે ડિપ્રેશન આ બીમારી અને વિકલાંગતાનું મૂળ કારણ છે. વિશ્વમાં ફેલાયેલી બીમારીમાં એનું સૌથી વધુ યોગદાન છે. એથી એક વાત તો સ્પષ્ટ જ છે કે આ મુદ્દા સંદર્ભે આપણે જેમ બને એમ વધુ પ્રમાણમાં ચર્ચા કરવી જોઈએ. હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું કે મને ક્રિસ્ટલ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવી છે. હું આ અવૉર્ડને વિશ્વના એ લોકોને સમર્પિત કરવા માગું છું જે સ્ટ્રેસ, ગભરામણ અને તણાવનો અને એના જેવી જ અન્ય બીમારીઓનો શિકાર બન્યા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK