દીપિકા પાદુકોણને એ વાતની ખુશી છે કે લૉકડાઉન દરમ્યાન તેને હસબન્ડ રણવીર સિંહ સાથે ઘરે સમય પસાર કરવાની તક મળી છે. કોરોના વાઇરસને કારણે લાગેલા લૉકડાઉનથી લોકોની લાઇફ પર બ્રેક લાગી ગઈ છે. લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. સાથે જ પોતાની ફૅમિલી સાથે સમય પસાર કરવાની તેમને તક મળી ગઈ છે. આવો જ ચાન્સ દીપિકા અને રણવીરને મળ્યો છે. એ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનથી લોકોની સ્થિતિ વણસી ગઈ હતી. આમ છતાં એ કપરો સમય મારા માટે એક આશીર્વાદ સમાન હતો, કારણ કે મેં લગ્ન બાદ વધુ સમય હસબન્ડ સાથે પસાર કર્યો હતો. લોકો માટે આ ખૂબ જ કઠણ સમય હતો. એક વાત માટે હું આ વર્ષનો આભાર પણ માનું છું, કારણ કે મને ફૅમિલી સાથે સમય પસાર કરવાની તક મળી હતી અને સલામત હતા એ એક સારી બાબત હતી.’