Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મમેકર ડેવિડ ધવનને ફરી કરવી છે સલમાન સાથે દોસ્તી

ફિલ્મમેકર ડેવિડ ધવનને ફરી કરવી છે સલમાન સાથે દોસ્તી

29 August, 2012 06:48 AM IST |

ફિલ્મમેકર ડેવિડ ધવનને ફરી કરવી છે સલમાન સાથે દોસ્તી

ફિલ્મમેકર ડેવિડ ધવનને ફરી કરવી છે સલમાન સાથે દોસ્તી


devid-dhavanસલમાન ખાને ૨૦૦૭માં ફિલ્મમેકર ડેવિડ ધવનની ‘પાર્ટનર’માં કામ કર્યું હતું અને આ ફિલ્મની રિલીઝ વખતે બન્ને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થઈ ગયો હતો. આ ઘટનાનાં પાંચ વર્ષ પછી પણ હજી તેમના સંબંધો સામાન્ય નથી બની શક્યા. હવે જ્યારે ડેવિડ ‘પાર્ટનર’ની સીક્વલ બનાવવાનું આયોજન કરી રહ્યા છે ત્યારે તેમણે સલમાન સાથે સમાધાન કરવાના અનેક પ્રયાસ કર્યા, પણ એ નથી થઈ શક્યું.

આ મુદ્દે વાત કરતાં ડેવિડની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘ડેવિડને હવે ફરી સલમાન સાથે દોસ્તી કરવી છે અને એ માટે તે સલમાનના ભાઈ સોહેલ ખાનને મધ્યસ્થી બનાવીને તેમની વચ્ચેના ઝઘડાનો અંત લાવવા માટે વિનંતી કરવાનો છે. હાલમાં ડેવિડે ‘પાર્ટનર’ની સીક્વલ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, પણ તેમની વચ્ચેના ઝઘડાને કારણે સલમાન હજી પણ ડેવિડ સાથે કામ કરવા તૈયાર નથી. હવે ડેવિડે સલમાનને સમજાવવા સોહેલની મદદ લેવાનું નક્કી કર્યું છે.’



આ મુદ્દે વાત કરવા માટે ડેવિડ ધવનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ વાત નહોતી થઈ શકી.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 06:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK