Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોમેડી કિંગ કપિલ શર્માએ કર્યો વધુ આ રેકોર્ડ પોતાના નામે

કોમેડી કિંગ કપિલ શર્માએ કર્યો વધુ આ રેકોર્ડ પોતાના નામે

17 May, 2019 06:43 PM IST |

કોમેડી કિંગ કપિલ શર્માએ કર્યો વધુ આ રેકોર્ડ પોતાના નામે

કપિલ શર્માનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન

કપિલ શર્માનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન


કોમેડી કિંગ કપિલ શર્માને તો આપણે ઓળખીયે છીએ. કપિલ શર્માએ તેના કરીઅરની શરુઆત 2007થી સ્ટેંડપ કોમેડી તરીકે કરી હતી અને આજે કપિલે તેની કોમેડીના કારણે લાખો લોકોના દિલમાં ઘર બનાવ્યું છે. હમણા જ કપિલ શર્માનું નામ એક રેકોર્ડ બુકમાં સામેલ કરાયું છે. કપિલ શર્માને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન મળ્યું છે. કપિલ શર્મા ભારતમાં સૌથી વધુ જોવાતા સ્ટેન્ડપ કોમેડયિન બની ગયા છે.

 
 
 
View this post on Instagram

Congratulations ??? @kapilsharma & @ginnichatrath n all the kapilians♥♥ #Proudtobeyourfan #LoveYou #KeepShining #Celebrations

A post shared by GINNI.SHARMA.LOVERS (@ginnichatrath.lovers) onMay 16, 2019 at 8:31am PDT




હાલમાં જ કપિલ શર્માના પત્ની ગિન્ની ચતરથે ઈન્ટાગ્રામ પર તેમના એક ફેનપેજ પર કપિલ શર્માને મળેલા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનના સર્ટિફિકેટની તસવીર પોસ્ટ કરી હતી. કપિલે પણ પોતાની ઈન્ટાગ્રામ સ્ટોરીમાં સર્ટિફિકેટની ફોટો શૅર કરી હતી અને કહયું હતું કે, 'મિત્રો અને દર્શકોને પ્રેમ અને શુભકામનાઓ આપવા માટે આભાર.'

આ પણ વાંચો: Movie Review: RJ મહેકને આવી લાગી છે 'દે દે પ્યાર દે'


કપિલ શર્મા 6 વાર ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટીની ટોપ 100 યાદીમાં આવી ચૂક્યા છે જો કે ગયા વર્ષે કપિલ શર્માનું નામ આ યાદીમાં હતું નહી. કપિલ શર્માએ પોતાના કરિઅરની શરુઆત 2007માં કોમેડી રિયાલિટી ટેલિવિઝન શૉ 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સાથે કરી હતી. આ શૉમાં કપિલ શર્માએ ટાઈટલની સાથે સાથે લોકોના વખાણ પણ પોતાના નામે કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 06:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK