Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > Movie Review: RJ મહેકને આવી લાગી છે 'દે દે પ્યાર દે'

Movie Review: RJ મહેકને આવી લાગી છે 'દે દે પ્યાર દે'

17 May, 2019 04:16 PM IST | સુરત
RJ મહેક

Movie Review: RJ મહેકને આવી લાગી છે 'દે દે પ્યાર દે'

Movie Review: RJ મહેકને આવી લાગી છે 'દે દે પ્યાર દે'


આ વખતે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે અજય દેવગણ, તબુ અને રકુલપ્રીત સિંહને ચમકાવતી ફિલ્મ દે દે પ્યાર દે. હું પણ આજે આ ફિલ્મ જોઈ આવી છું, અને મને ખબર છે તમારે પણ જાણવું છે કે ફિલ્મ મને એટલે કે RJ મહેકને કેવી લાગી છે, અને ફિલ્મ જોવા જેવી છે કે નહીં. આફ્ટર ઓલ વીક એન્ડ છેને ભાઈ.

તો ચાલો શરૂઆત કરીએ ફિલ્મના નામથી. ફિલ્મનું નામ સાંભળીને બચ્ચન સાહેબની શરાબી ફિલ્મનું સોંગ યાદ આવી જાય. જો કે ફિલ્મમાં નામ સિવાય તેને કંઈક લાગતું વળગતું નથી. આ ફિલ્મની ખાસ વાત છે કે તબુ અને અજય દેવગણ એઝ અ કપલ દેખાયા છે. જો કે આ માટે આપણે 'વિજયપથ'થી 'દે દે પ્યાર દે' સુધી રાહ જોવી પડી.



વાત ફિલ્મની તો જો તમને 'સોનુ કે ટીટુ કી સ્વિટી' અને 'પ્યાર કા પંચનામા' ગમી હોય તો આ પણ ગમશે. આફ્ટર ઓલ ત્રણેયના ડિરેક્ટર એક જ છે ને. અજય દેવગણની એક્ટિંગ જોઈને મજા પડશે. તબુ પણ ઈમ્પ્રેસિવ છે. રકુલ પ્રીત સિંહ ફ્રેશ લાગે છે. લોકેશનન્સ, કોમેડી, મ્યુઝિક બધો જ મસાલો છે, બસ મિસિંગ છે તો WOW ફેક્ટર !


આ પણ વાંચોઃ Student Of The Year 2 Review: ફિલ્મ જોવી કે નહીં, જાણો RJ મહેક શું કહે છે

સ્ટોરી એવી છે કે 26 વર્ષની છોકરી 50 વર્ષના પુરુષના પ્રેમમાં પડે અને પછી કોમેડી ને ફેમિલી ડ્રામ શરૂ થઈ જાય. ક્યાંક ક્યાંક ફેમિલી ડ્રામા ખેંચાતો હોય એવું લાગે અને 1-2 ગીતને બાદ કરતા પૈસા વસુલ ફિલ્મ છે. તમે હસતા હસતા થિયેટરની બહાર નીકળશો.


RJ મહેક તરફથી દે દે પ્યાર દેને 5માંથી 3 સ્ટાર

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 04:16 PM IST | સુરત | RJ મહેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK