Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોણ છે કૅરી મિનાતી, જેણે યુટ્યૂબ સાથે લીધો પંગો, જાણો આખી ઘટના

કોણ છે કૅરી મિનાતી, જેણે યુટ્યૂબ સાથે લીધો પંગો, જાણો આખી ઘટના

15 May, 2020 04:28 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોણ છે કૅરી મિનાતી, જેણે યુટ્યૂબ સાથે લીધો પંગો, જાણો આખી ઘટના

કૅરી મિનાતી

કૅરી મિનાતી


જો તમે યુટ્યૂબ પર થોડાંક પણ ઍક્ટિવ છો તો કૅરી મિનાતી (Carry Minati) એટલે કે અજય નાગરને સારી રીતે ઓળખતાં હશો. તાજોતરમાં તે ઇન્ટરનેટ પર ત્યારે હૉટ ટૉપિક બન્યા હતા જ્યારે તેમણે પોતાના લેટેસ્ટ વીડિયો Youtube vs Tiktok: The Endમાં ટિકટૉક સ્ટાર આમિર સિદ્દીકીને રોસ્ટ કર્યો હતો. આ વીડિયોએ ઘણાં રેકૉર્ડ્સ તોડી દીધા હતા. આ વીડિયો ભારતમાં સૌથી વધારે લાઇક કરવામાં આવેલ વીડિયો પણ બની ગયો હતો.

હવે કૅરી અને તેનો વીડિયો ફરીથી ટ્રેંડિંગ છે. આ વખતે કારણ વીડિયો હટાવી દેવામાં આવ્યો એ છે. હકીકતે યુટ્યૂબે કૅરી મિનાતીના 'યૂટ્યૂબ VS ટિકટૉક' વીડિયોને ગાઇડલાઇન્સ વિરુદ્ધ માનતા પોતાના પ્લેટફૉર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે. હવે કૅરીના વીડિયો લિન્ક પર ક્લિક કરવા પર 'This video has been removed for violating Youtube's policy on harassment and bullying' મેસેજ લખેલો આવે છે. એટલે કે, 'આ વીડિયો યુટ્યૂબની હેરેસમેન્ટ અને બુલઇંગ પૉલિસી વિરુદ્ધ હોવાને કારણે હટાવી દેવામાં આવ્યો છે.'




શું છે આખી ઘટના?
ગયા મહિનાથી ઇન્ટરનેટ પર બે કૉમ્યુનિટીઝ વચ્ચે એક કૉમ્પિટીશન ચાલતી હતી. જેનું નામ છે યુટ્યૂબ VS ટિકટૉક કે યુટ્યૂબર્સ VS ટિકટૉકર્સ. જેની શરૂઆત વધુ એક રોસ્ટિંગ યુટ્યૂબર એલવિશ યાદવના એક વીડિયો દ્વારા કરવામાં આવી. સૌથી પહેલા એલવિશ યાદવે એક વીડિયો અપલોડ કર્યો જેમાં તેણે કેટલાક નામી ટિકટોકર્સને રોસ્ટ કર્યા. આમાં છોકરીઓ પણ સામેલ હતી. તે રોસ્ટ પછી ઘણાં લોકએ એલવિશ યાદવના અયોગ્ય ઠેરવ્યા. ત્યાર બાદ બીજા ઘણાં લોકોએ ટિકટૉક કૉમ્યુનિટીને રોસ્ટ કર્યા.


મામલો ત્યારે આગળ વધી ગયો જ્યારે મોટા નામી ટિકટૉકર્સે ટીમ નવાબના આમિર સિદ્દીકીએ એક આઇજીટીવી વીડિયો અપલોડ કર્યો અને તેમાં યુટ્યૂબ અને ટિકટૉક દરમિયાન ઘણી વાતોને લઈને તુલના કરી. તેમાં તેમણે કેટલાય એવા 'ફેક્ટ્સ' રાખી દીધા જે યુટ્યૂબર્સ અને ચાહકોને ન ગમ્યા. આમિરના વીડિયો પછી ભારતમાં રોસ્ટિંગ કલ્ચર લાવવા માટે ઓળખ અપાવવા કૅરીએ પોતાનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આમિર સિદ્દીકીને રોસ્ટ કર્યા છે.

આ વીડિયોમાં કૅરીએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. આ વીડિયોને અપલોડ કરતી વખતે કૅરી મિનાતીના ચેનલ પર 10.5 મિલિયનની નજીક ફૉલોઅર્સ હતા જે હાલ 16.5 મિલિયનથી વધારે છે. આ વીડિયોએ આખાં યુટ્યૂબને હલબલાવી દીધા. વીડિયો પર 60 મિલિયનથી વધારે વ્યૂઝ અને 10 મિલિયથી વધારે લાઇક્સ મળ્યા છે. તેની સાથે આ વીડિયો ભારતનો સૌથી વધારે લાઇક થનારો વીડિયો બની ગયો છે.

અપલોડ થયા પથી 5 દિવસ પછી યુટ્યૂબના વીડિયોને એ કહીને હટાવી દેવામાં આવ્યો કે આ તેની ગાઇડલાઇન્સ વિરુદ્ધ છે. તેના પછી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર #JusticeForCarry ટ્રેન્ડ થઈ રહ્યો છે. કૅરી મિનાતીના ચાહકો ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર યુટ્યૂબને સંભળાવી રહ્યા છે. જણાવવાનું કે યુટ્યૂબે ફક્ત કૅરી જ નહીં પણ અન્ય રોસ્ટર્સ એલવિશ યાદવ અને લક્ષ્ય ચોધરીના ટિકટૉક રોસ્ટ વીડિયો પણ પોતાના પ્લેટફૉર્મ પરથી હટાવી દીધા છે. એક્ટર હિમાંશ કોહલીએ પણ ટ્વીટ કરીને કૅરીને સપોર્ટ કર્યો છે.

કોણ છે કૅરી મિનાતી?
કૅરી મિનાતી યુટ્યૂબ ચેનલ ચલાવનાર છોકરાનું નામ અજય નાગર છે. 20 વર્ષના અજય નાગર ફરીદાબાદો રહેવાસી છે. કૅરી શરૂઆતથી જ નામી કલાકારોની મિમિક્રી કરતો રહ્યો છે. પોતાના આ પૅશનના કારણે તેણે પોતાની 12મા ધોરણની પરીક્ષા પણ છોડી દીધી હતી. હાલ તે ઓપન સ્કૂલિંગ દ્વારા સ્ટડી કરી રહ્યો છે. 15 વર્ષની વયે તેણે પોતાની પહેલી યુટ્યૂબ ચેનલ બનાવી હતી પણ તે વધારે સફળ થઈ નહીં.

અસફળતાથી પરાજિત ન થતા અને ફરી એક નવી યુટ્યૂબ ચેનલ બનાવી જેના પર તે ઘણાં સ્ટાર્સની મિમિક્રી કરતા હતા અને આનું નામ 'સની દેઓલ' રાખ્યું અને પછી બદલીને 'કૅરી દેઓલ' કરી દીધું. તે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેણે જાણીતા યુટ્યૂબર ભુવન બામને રોસ્ટ કર્યો. ત્યાર બાદ તેના સબ્સ્ક્રાઇબર્સ ઝડપથી વધ્યા, હાલ તે ભારતના જાણીતાં યુટ્યૂબર્સમાંનો એક છે. અહીં સુધી કે વર્ષ 2019માં નામી મેગૅઝિન ટાઇમ્સે તેને પોતાની 'નેક્સ્ટ જનરેશન લીડર્સ 2019'ની લિસ્ટમાં જગ્યા આપી હતી. તેની વધુએક યુટ્યૂબ ચેનલ છે જેના પર તે રોજ લાઇવ આવીને રમત રમે છે અને ચિટચેટ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2020 04:28 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK