કંગના સાથે પંગો લેવા જઈ રહ્યા છે વરૂણ ધવન
વરૂણ ધવન સાથે કંગના રનોટ
ફિલ્મ અભિનેતા વરૂણ ધવન ફિલ્મ અભિનેત્રી કંગના રનોટ સાથે પંગો લેવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે બન્ને એકસાથે એમની ફિલ્મોને લઈને બૉક્સ ઑફિસ પર ટકરાવા જઈ રહ્યા છે. વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ Street Dancer 3D અને કંગના રનોટની ફિલ્મ Panga બન્ને 24 જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની છે. વરૂણ ધવને આ વાતની જાણકારી એમના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર આપી છે. આ અવસર પર એમણે એક પોસ્ટર પણ જાહેર કર્યું છે.
જેમાં તેમના હાથમાં ત્રિરંગો છે. હવે આ વાતની કલ્પના કરવામાં આવે છે કે જો વર્ષના પહેલા મહિનામાં જ મોટી ટક્કર જોવા મળે છે તો શું બૉક્સ ઑફિસ પર 'Hero' બનશે વરૂણ ધવન અથવા કંગના રનોટ બનશે 'Queen'એ જોવાનું રહેશે. મહત્વનું છે કે ફિલ્મ Street Dancer 3Dમાં વરૂણ ધવન સિવાય શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુદેવાની મહત્વની ભૂમિકા છે. એટલું જ નહીં, આ ફિલ્મ અત્યાર સુધીની મોંઘી ડાન્સ ફિલ્મ રહેશે. આ ફિલ્મ ABCD ફિલ્મોની આગામી કડી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારતથી લઈને દંગલ સુધીઃ જુઓ બોલીવુડ સ્ટાર્સના ડ્રાસ્ટિક મેકઓવર્સ
જ્યાં ફિલ્મ ડાયરેક્ટર અશ્વિની અય્યર તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ પંગા એક જોરદાર સ્ક્રિપ્ટ લાવ્યા છે અને કંગના રનોટનું સક્ષમ અભિનય પણ હશે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા અને નીના ગુપ્તાની પણ મહત્વની ભૂમિકા છે. અશ્વિની અય્યર તિવારી અને કંગના રનોટ બન્ને પહેલી વાર એક કામ કરશે. આ વાતની જાણકારી આપતા અશ્વિની અય્યર તિવારીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે 29 જાન્યુઆરી2020એ પંગા રિલીઝ થશે. હવે જોવાનું છે કે બૉક્સ ઑફિસ પર થનારી ટક્કરમાં કોણ બાજી મારે છે.


