હૉલીવુડ સ્ટાર સૅમ હ્યુગન અને સલીન ડિયોન સાથે ફિલ્મમાં જોવા મળશે પ્રિયંકા

Published: 29th October, 2020 14:27 IST | PTI | Los Angeles

2016માં આવેલી જર્મન ફિલ્મ ‘SMS ફર ડીચ’ની સ્ટોરી પરથી પ્રેરિત છે. ‘ટેક્સ્ટ ફૉર યુ’ને જિમ સ્ટ્રોસ ડિરેક્ટ કરશે

હૉલીવુડ સ્ટાર સૅમ હ્યુગન અને સલીન ડિયોન સાથે પ્રિયંકા ચોપરા
હૉલીવુડ સ્ટાર સૅમ હ્યુગન અને સલીન ડિયોન સાથે પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા જોનસ ‘આઉટલેન્ડર’ના સ્ટાર સૅમ હ્યુગન અને મ્યુઝિક આઇકૉન સલીન ડિયોન સાથે ફિલ્મમાં જોવા મળવાની છે. આ રામૅન્ટિક-ડ્રામા ફિલ્મનું નામ ‘ટેક્સ્ટ ફૉર યુ’ રાખવામાં આવ્યું છે. 2016માં આવેલી જર્મન ફિલ્મ ‘SMS ફર ડીચ’ની સ્ટોરી પરથી પ્રેરિત છે. ‘ટેક્સ્ટ ફૉર યુ’ને જિમ સ્ટ્રોસ ડિરેક્ટ કરશે. ફિલ્મની સ્ટોરી એક એવી મહિલાની છે જે પોતાના ફિયાન્સને ગુમાવી બેઠી હોય છે. તે પોતાના મોબાઇલમાંથી તેને પ્રેમભર્યા મેસેજ કરે છે. જોકે તેનો નંબર શહેરની દૂર આવેલા એક વ્યક્તિને આપવામાં આવે છે. તે પણ હાર્ટબ્રેકના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય છે. ફિલ્મની સ્ટારકાસ્ટ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘આ અદ્ભુત ફિલ્મમાં અદ્ભુત કલાકારો સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. જિમ સ્ટ્રોસ, સૅમ હ્યુગન અને સલીન ડિયોન સાથે કામ કરવાની તક મળવી મારા માટે ગર્વની વાત છે. ચાલો શરૂઆત કરીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK