કહો જોઈએ, બિગ બીની આ ફાંદ શેની બનેલી છે?

Published: 9th December, 2014 06:21 IST

ડિરેક્ટર શૂજિત સિરકારની ફિલ્મ ‘પિકુ’માં અમિતાભ બચ્ચનનો લુક થોડો અદોદળો દેખાડવામાં આવ્યો છે. સ્પૉન્ડિલાઇટિસને કારણે તેમણે ગળામાં મેડિકલ બેલ્ટ પહેર્યો છે તો પેટ પણ બહાર આવી ગયું છે.રશ્મિન શાહ

ઓરિજિનલી બિગ બીનું ટમી બહાર આવ્યું નથી અને એ બહાર ન આવે એ માટે તેઓ પોતે પણ એટલી જ કાળજી રાખે છે, પરંતુ ‘પિકુ’માં ફાંદાળા દેખાવાનું હોવાથી બિગ બી માટે ખાસ એક ફાંદ બનાવવામાં આવી હતી, જે જેલીમાંથી તૈયાર કરવામાં આવી હતી. જેલીની આ નકલી ફાંદને પેટ સાથે ફિક્સ કરવામાં આવતી હતી અને એ પછી એના પર કપડાં પહેરવામાં આવતાં હતાં.
જેલીમાં ખાસ કાંઈ વજન હોતું નથી એને કારણે આ નકલી ફાંદ જેલીની બનાવવામાં આવી હતી. ઓરિજિનલ પેટ કરતાં લગભગ ૬ ઇંચ જેટલી બહાર નીકળતી આ જેલી-ટમી માત્ર પોણાબે કિલો વજનની છે. જેલી-ટમી તૂટી ન જાય એવા પ્લાસ્ટિક મટીરિયલથી બની છે છતાં સેફ્ટીના ભાગરૂપે શૂટિંગ દરમ્યાન ત્રણથી ચાર નકલી ફાંદ તૈયાર રાખવામાં આવી હતી જેથી એ તૂટી જાય તો પણ શૂટિંગ ન અટકે.
‘પિકુ’માં અમિતાભ બચ્ચનનું કામ સમાપ્ત થઈ ગયું છે. ફિલ્મ ૨૦૧૫ના એપ્રિલમાં રિલીઝ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK