Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Drug Caseમાં જામીન મળ્યા પછી ભારતી સિંહે શૅર કર્યો મેકઅપ લૂક, જુઓ તસવીર

Drug Caseમાં જામીન મળ્યા પછી ભારતી સિંહે શૅર કર્યો મેકઅપ લૂક, જુઓ તસવીર

29 November, 2020 01:17 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Drug Caseમાં જામીન મળ્યા પછી ભારતી સિંહે શૅર કર્યો મેકઅપ લૂક, જુઓ તસવીર

ભારતી સિંહ

ભારતી સિંહ


જાણીતી કૉમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ કેસને લઈને ઘણી ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારતીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એનસીબીને તેના ઘરેથી નશાયુક્ત પદાર્થ મળ્યા હતા જેને જપ્ત કર્યા પછી એનસીબી અધિકારીઓએ કૉમેડિયન અને તેના પતિની ધરપકડ કરી હતી. પછી બન્નેને ડ્રગ મામલે કૉર્ટે જામીન આપી દીધી છે. પણ એનસીબી તરફથી કેસની તપાસ હજી પણ ચાલું છે. એટલું જ નહીં પછી પણ તે ડ્રગ પેડલરની પણ એનસીબીએ ધરપકડ કરી હતી જેણે ભારતી સુધી ડ્રગ પહોંચાડ્યું હતું. આ દરમિયાન ભારતી સિંહ શૂટિંગના સેટ પર ફરી પાછી પહોંચી છે. આ વાતની માહિતી તેણે એક પોસ્ટ દ્વારા પોતાના ચાહકોને આપી છે.

ભારતી સિંગ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા પછી ફરી એકવાર પોતાના કામ પર એટલે કે સેટ પર પહોંચી ગઈ છે. કૉમેડિયને સેટપરથી પોતાની પહેલી પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે ચાહકોને પોતાના કમબૅકની માહિતી આપી છે. ભારતી સિંહે પોતાની ઇન્સ્ટાસ્ટોરી પર એક તસવીર શૅર કરી છે જેમાં તે 'બાહુબલી'ની 'શિવગામી દેવી'ના ગેટઅપમાં દેખાય છે.



Story Posted By Bharti Singh


આ તસવીરમાં ભારતી સિંહ સાથે કૉમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેક પણ દેખાય છે. જ્યાં ભારતી 'શિવગામી'ના ગેટઅપમાં છે તો કૃષ્ણા 'કટપ્પા'ના ગેટઅપમાં દેખાઇ રહ્યો છે. આની સાથે જ મુબીન સૌદાગર પણ દેખાય છે. જણાવવાનું કે જામીન મળ્યા પછી ભારતી સિંહે સૌથી પહેલા ગણપતિ બાપ્પાને યાદ કર્યા છે, તેણે પોતાની ઇન્સ્ટાસ્ટોરી પર ગણપતિ બપ્પાની એક સુંદર તસવીર અને આરતી પણ શૅર કરી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ડ્રગ કેસ: કૉમેડિયન ભારતી અને પતિ હર્ષના જામીન મંજૂર


ભારતી સિંહની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો તેની પોસ્ટ પર સતત પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2020 01:17 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK