Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોલ્સ-રૉયસ ખરીદતાં બાદશાહે કહ્યું, અપના ટાઇમ આ ગયા

રોલ્સ-રૉયસ ખરીદતાં બાદશાહે કહ્યું, અપના ટાઇમ આ ગયા

01 May, 2019 08:13 PM IST | મુંબઈ

રોલ્સ-રૉયસ ખરીદતાં બાદશાહે કહ્યું, અપના ટાઇમ આ ગયા

બાદશાહ

બાદશાહ


સિંગર-રૅપર બાદશાહે રોલ્સ રૉયસ ખરીદી છે. તેને કારનો શોખ છે અને તેના ગૅરેજમાં એક નવી લક્ઝુરિયસ કારનો સમાવેશ થયો છે. તેણે રોલ્સ-રૉયસ રેથ ખરીદી છે. આ કારની કિંમત ઇન્ડિયામાં છ કરોડ રૂપિયાની આસપાસ છે. ઍડ્વેન્ચરના શોખીન માટે આ કાર બનાવવામાં આવી છે. આ કારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બાદશાહે સમાચાર આપ્યા હતા. ફોટોમાં કારની સાથે તેની ફૅમિલીના સભ્યો પણ જોવા મળી રહ્યા છે. ફોટો શૅર કરતાં બાદશાહે લખ્યું હતું કે ‘મારી મુસાફરી ખૂબ જ લાંબી રહી છે. મારી ફૅમિલીમાં નવા સદસ્યનું સ્વાગત છે.’

badshah



બાદશાહની કાર જોઈને ઇમોશનલ થયો રફતાર


બાદશાહે નવી કાર ખરીદતાં તેનો ભૂતપૂર્વ સાથી અને મિત્ર રૅપર રફતાર ઇમોશનલ થઈ ગયો હતો. ઇમોશનલ થતાં તેણે ઇન્ડિયામાં મ્યુઝિક આર્ટિસ્ટની કેવી ખરાબ હાલત છે એ વિશે પણ કહ્યું હતું. બાદશાહે શૅર કરેલા ફોટોને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરતાં રફતારે કમેન્ટ કરી હતી કે ‘આ ખૂબ જ પ્રેરણાત્મક છે. દરેક વ્યક્તિ જે નાનકડું પેમેન્ટ મળવાથી ખુશ થઈ રહી છે તેમને એ વાતની જાણ નથી કે તે પોતાના અને અન્યના ભવિષ્ય સાથે રમી રહી છે.

આ પણ વાંચો : રિશી કપૂર જલદી જ ઘરે પાછા ફરશે : રણધીર કપૂર


જૂના આર્ટિસ્ટ એક સ્ટાન્ડર્ડ બનાવી રહ્યા છે જેનાથી નવા આર્ટિસ્ટ એને ફૉલો કરી શકે. આટલી સફળતા મેળવનાર તે પહેલો ઇન્ડિયન રૅપર છે. સૅલ્યુટ બાદશાહભાઈ.’

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2019 08:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK