અભય 2માં રામ કપૂર અને આશા નેગી

Published: Feb 19, 2020, 11:04 IST | Ahmedabad

ઝીફાઇવની આ ક્રાઇમ-થ્રિલર ઝોનરની વેબ-સિરીઝમાં કુણાલ ખેમુ SSP અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે

આશા નેગી
આશા નેગી

ડિજિટલ પ્લૅટફૉર્મ ઝીફાઇવના વેબ-શો ‘અભય’ને સારો પ્રતિસાદ મળતાં એની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી હતી. આ હાર્ડ-હિટિંગ ક્રાઇમ-થ્રિલરમાં ‘અભય’ કિડનૅપિંગ, રેપ, મર્ડર, આદમખોરી જેવા કેસને રસપ્રદ રીતે સૉલ્વ કરીને નિર્દોષ લોકોને બચાવે છે. કુણાલ ખેમુ SSP (સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે જે ક્રિમિનલ માઇન્ડ ધરાવતો એક હોશિયાર ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર હોય છે અને કેસ સૉલ્વ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. પહેલી સીઝન જ્યાં અટકી હતી ત્યાંથી જ બીજી સીઝનની શરૂઆત થશે.

ram-kapoor

‘અભય’ની પહેલી સીઝનમાં કુણાલ ખેમુ ઉપરાંત સંદીપા ધર, ઋતુરાજ સિંહ, દીપક તિજોરી, અંશુમન ઝા, કિરણ જુનેજા, નમિત દાસ વગેરે કલાકારો હતા. તો બીજી સીઝનમાં આશા નેગી અને રામ કપૂર જોવાં મળશે. આશા નેગી ‘પવિત્ર રિશ્તા’ સિરિયલથી જાણીતી બની છે અને હાલ તે અલ્ટ બાલાજીની વેબ-સિરીઝ ‘બારિશ’માં શરમન જોશી સાથે લીડ રોલમાં છે. ટીવી, વેબ તથા ફિલ્મોના જાણીતા અભિનેતા રામ કપૂર છેલ્લે અલ્ટ બાલાજીની વેબ-સિરીઝ ‘કરલે તૂ ભી મોહબ્બત 3’માં જોવા મળ્યા હતા અને હવે ‘ધ બિગ બુલ’, ‘થપ્પડ’ જેવી ફિલ્મોમાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK