Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બેસ્ટ ફ્રેન્ડ હોવાની સાથે અનુરાગ મારો મોટો દુશ્મન પણ છે : વિક્રમાદિત્ય

બેસ્ટ ફ્રેન્ડ હોવાની સાથે અનુરાગ મારો મોટો દુશ્મન પણ છે : વિક્રમાદિત્ય

31 July, 2019 09:31 AM IST |

બેસ્ટ ફ્રેન્ડ હોવાની સાથે અનુરાગ મારો મોટો દુશ્મન પણ છે : વિક્રમાદિત્ય

વિક્રમાદિત્ય મોટવાણે

વિક્રમાદિત્ય મોટવાણે


અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેએ ‘ઉડાન’, ‘ટ્રેપ્ડ’, ‘ભાવેશ જોષી : સુપરહીરો’ અને વેબ શો ‘સેક્રેડ ગેમ્સ’માં સાથે કામ કર્યું છે. વિક્રમાદિત્ય મોટવાણેનું કહેવું છે કે અનુરાગ કશ્યપ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે, પરંતુ તેનો સૌથી મોટો દુશ્મન પણ છે. તેમની ‘સેક્રેડ ગેમ્સ’ની પહેલી સીઝનને વિક્રમાદિત્ય અને અનુરાગે સાથે ડિરેક્ટ કરી હતી. જોકે આ શોની બીજી સીઝનને વિક્રમાદિત્ય મોટવાણે ફક્ત પ્રોડ્યુસ કરી રહ્યો છે. આથી જ તેણે ક્યારેય બીજી સીઝનના સેટની મુલાકાત નથી લીધી. આ વિશે પૂછતાં વિક્રમાદિત્ય મોટવાણેએ કહ્યું હતું કે ‘અમે બન્ને એકબીજાના સૌથી મોટા દુશ્મન છીએ.

આ પણ વાંચો : પ્રેશરને કારણે મારું વજન ઊતરી ગયું છે: અનુરાગ કશ્યપ



અનુરાગ મારા સેટની મુલાકાત નથી લેતો અને હું એના સેટ પર નથી જતો કારણ કે જો અમે એવું કર્યું તો કદાચ એકબીજાનું ખૂન કરી બેસીસુ. સાથે ડિનર, ડ્રીન્ક, ફરવાનું હોય ત્યારે અમે એકબીજા સાથે બેસ્ટ ફ્રેન્ડ હોઈએ છીએ, પરંતુ સેટ પર અમે દુશ્મન બની જઈએ છીએ. આથી અમારી વચ્ચે આ એક જાતની સમજુતી છે કે અમે સેટની મુલાકાત ન લઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 09:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK