Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સ્ટૉક માર્કેટના સ્કૅમ પર આધારિત વધુ એક વેબ-શો ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ

સ્ટૉક માર્કેટના સ્કૅમ પર આધારિત વધુ એક વેબ-શો ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ

10 February, 2020 04:18 PM IST | Mumbai Desk
Parth Dave | feedbackgmd@mid-day.com

સ્ટૉક માર્કેટના સ્કૅમ પર આધારિત વધુ એક વેબ-શો ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ

સ્ટૉક માર્કેટના સ્કૅમ પર આધારિત વધુ એક વેબ-શો ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ


ઍડલ્ટ કન્ટેન્ટ માટે જાણીતી ઉલ્લુ ઍપ ધીમે-ધીમે મજબૂત કન્ટેન્ટ ધરાવતા શો પણ બનાવી રહી છે. તાજેતરમાં હિના ખાનની શૉર્ટફિલ્મ ‘સ્માર્ટફોન’ આ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે એવા સમાચાર હતા. આ ઍપ પર ‘હલાલા’, ‘પાંચાલી’ જેવા શોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે અને હવે ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’ નામની વેબ-સિરીઝ આવવાની છે. સ્ટૉક માર્કેટની દુનિયામાં એક સામાન્ય માણસ કઈ રીતે સૌથી પ્રભાવશાળી બ્રોકર બને છે અને છેલ્લે નાણાકીય ઊથલપાથલનો ભોગ બને છે એ વાત આ શોમાં રજૂ થશે.

આ સિરીઝમાં હર્ષિલ મહેરાનો લીડ રોલ અભિનેતા ઇકબાલ ખાન ભજવી રહ્યો છે. ઇકબાલ ખાન ‘કૈસા યે પ્યાર હૈ’, ‘તુમ્હારી પાખી’, ‘વારિસ’, ‘દિલ સે દિલ તક’ જેવી સિરિયલથી જાણીતો બન્યો છે. આ શોમાં ઇકબાલ ઉપરાંત ‘મર્ડર’ ફેમ અસ્મિત પટેલ અને ‘ઇચ્છાપ્યારી નાગિન’ ફેમ પ્રિયલ ગોર પણ જોવા મળશે. પ્રિયલ ગોર ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’માં નિધિ રાય નામની જર્નલિસ્ટનો રોલ ભજવશે જે હર્ષિલ મહેરા સ્કૅમ સ્ટોરીને દુનિયા સામે ઉઘાડી પાડે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2020 04:18 PM IST | Mumbai Desk | Parth Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK