સ્ક્રિન પર પહેલી વાર બીગ-બી અને ઈમરાન હાશ્મી એકસાથે દેખાશે

Published: May 07, 2019, 18:12 IST | મુંબઈ

બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હિન્દી ફિલ્મો બાદ તામિલ ફિલ્મોમાં પણ કામ કરવાના છે. આ ફિલ્મની શૂટિંગ 10મે થી શરૂ થવા જઈ રહી છે.

બીગ-બી અને ઈમરાન હાશ્મી સાથે પ્રોડ્યૂસર આનંદ પંડિત
બીગ-બી અને ઈમરાન હાશ્મી સાથે પ્રોડ્યૂસર આનંદ પંડિત

બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હિન્દી ફિલ્મો બાદ તામિલ ફિલ્મોમાં પણ કામ કરવાના છે. અમિતાભ બચ્ચન આવનારા દિવસોમાં સાઉથ એક્ટર એસજે સૂર્ય અને રામ્યા કૃષ્ણનની સાથે હિન્દી-તામિલ ફિલ્મ 'તેરા યાર હૂં મૈ'માં નજર આવવાના છે. એક્ટર આ ફિલ્મ બાદ આગામી ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે નજર આવવાના છે. આ ફિલ્મની શૂટિંગ 10મે થી શરૂ થવા જઈ રહી છે.

ફિલ્મ પ્રોડ્યૂસર આનંદ પંડિતની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં નજર આવવાના છે. આ ફિલ્મની શૂટિંગ મુંબઈમાં જ શરૂ થશે. રૂમી જાફરીના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ મિસ્ટ્રી-થ્રિલર છે. હાલ એનું નામ નક્કી નથી કર્યું. મોશન મૂવી અને સરસ્વતી એન્ટરટેઈનમેન્ટના હેઠળ બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરી 2020એ રિલીઝ થશે.

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો અમિતાભ બચ્ચન એક રિટાયર્ડ વકીલની ભૂમિકામાં છે જ્યારે ઈમરાન હાશ્મી એક બિઝનેસમેનની ભૂમિકા ભજવવાના છે.

આ પણ વાંચો : શું પ્રેગ્નન્ટ છે દીપિકા, પ્રિયંકા ચોપડાના આ ગ્રુપ ફોટોમાં દેખાયું બેબી બમ્પ

જણાવી દઈએ કે એક્ટર અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી પહેલી વાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મની તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે. રૂમી સ્ક્રિપ્ટ રાઈટર સાથે ફિલ્મ મેકર પણ છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચન સિવાય અન્નૂ કપૂર પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK